Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડમાં ૮૯૩ ખેડૂતો ૧૪૩૯૪ ગુણી ખેત પેદાશો લાવ્યા

મગફળીની મબલક આવકથી યાર્ડ ભરાયુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની મબલક આવક થઈ રહી છે. ગઈકાલે ૮૯૩ ખેડૂતો ૧૪૩૯૪ ગુણી જેટલો જથ્થો લઈને વેંચાણ માટે યાર્ડમાં આવ્યા હતાં.

દિવાળીના વેકેશન પછી યાર્ડના દરવાજા ખૂલ્યા પછી જુદી-જુદી જણસોની આવક સતત વધી રહી છે. ગઈકાલે થયેલી આવકમાં લસણની ર૧૧૧ ગુણીની આવક થઈ હતી અને ભાવ રૂા. ૪૭પ થી ૧રપ૦ સુધીનો બોલાયો હતો. ર૧૧૧ માંથી ર૦૦૧ ગુણી લસણનું વેચાણ થયું હતું. કપાસની પ૯પ૯ ગુણી જથ્થાની આવક થઈ હતી અને ભાવ રૂા. ૧૦૦૦ થી ૧પ૮૦ નો રહ્યો હતો. જ્યારે ડુંગળીની ૧૧૧૬ ગુણીની આવક થવા પામી હતી અને ભાવ રૂા. પ૦ થી ર૩૦ સુધીનો બોલાયો હતો. તથા સોયાબીનની ર૦ર૮ ગુણીની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ પ્રતિ મણ રૂા. ૭૦૦ થી ૮૯પ નો બોલાયો હતો. આથી ગઈકાલે ૮૯૩ ખેડૂતો ૧૪૩૯૪ ગુણીની આવક થઈ હતી અને તેની સામે ર૧૮૭૮ ગુણી જણસનું વેંચાણ થયું હતું.

હાપા માર્કેટ યાર્ડમાં મગફળી ભરેલ વાહનોની લાંબી કતારોમાં આખી રાત વારામાં ઉભા રહેલા ખેડૂતો મજબુર બન્યા છે. અંદાજે ર૦૦ થી વધુ વાહનોની લાઈન જોવા મળી છે. મોટો જથ્થો મગફળીનો આવી જતા યાર્ડમાં જગ્યા ખુટી પડી છે. આથી વાહનોને બહાર રોકી દેવાની ફરજ પડે છે. હજુ સારી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh