Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી ૨૮ વર્ષનો અને ભોગ બનનાર સગીરા ૧૪ વર્ષની એડિ. પી.પી.ની દલીલો ગ્રાહ્ય
રાજકોટ તા. ૧૧: ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ દ્વારા બંને પગેથી ૯૦% ટકા દિવ્યાંગ એટલે કે ચાલવામાં પણ અગવડતા હોય અને બે હાથેથી ચાલતી વ્યક્તિ એવા આરોપી સુરેશ દલસિંગ માવીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.
બનાવની વિગત એવી છે કે, ભોગ બનનાર ની માતા એ એવી ફરિયાદ કરી હતી કે તેઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ રાજકોટ જિલ્લામાં ભાયાવદર પંથકમાં ઝૂંપડામાં વસવાટ કરે છે. બજારમાં જતા ભોગ બનનાર ગઈ હતી અને આરોપીએ તેને ફોસલાવી અને બાંધકામના ઈરાદે અપહરણ કરેલું હતું. આ ફરિયાદ નોંધી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી સી પરમાર એ ગુનો નોંધી અને ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢયો હતો. સાથે સાથે સુનિલ હિમસિંગ નામના વ્યક્તિએ પણ આ અપહરણ માં મદદ કરેલી હોય તેમની સામે પણ ગુનાના કલમો લગાડેલ પરંતુ સુનિલ હિમસિંગ હાલ નાસ્તા ફરતા છે.
ભોગ બનનારને ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. વાય.પટેલ સમક્ષ લઈ જવામાં આવેલ ત્યાં ભોગ બનનાર એ જણાવેલ કે આરોપી સુરેશ એ ભોગ બનનાર સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કે *તારે મારી સાથે પ્રેમ કરવો છે?* આથી ભોગ બનનારે જણાવેલ કે *આ પ્રેમ એટલે શું* તો આરોપી સુરેશ એ જણાવેલ કે *એકબીજા સાથે રહેવું, તારે મારી સાથે બોલવાનું, તારે તને જે જોઈતું હોય એ હું તને આપીશ* આવું કહીને ભોગ બનનાર કે જે માત્ર ૧૫ વર્ષથી પણ નાની ઉંમરની હતી તેમને લલચાવી ફોસલાવેલ અને તેણીની મરજી વગર શરીર સંબંધ પણ ઝૂંપડામાં બાંધતા. ત્યારબાદ ભોગ બનનારને ધમકી આપી અને આરોપી સુરેશ હિમસિંગને સાથે લઈ અને ભોગ બનનારનું અપહરણ કરેલું હતું.
સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારી વી.સી. પરમારએ ચાર્જશીટ મુકયુ હતું. ત્યારબાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ એ આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ અને સરકાર પક્ષે માત્ર ૭ જ વીટનેસ તપાસવામાં આવેલ અને ટૂંકા ગાળામાં કેસ પૂર્ણ કરાવેલ. પુરાવો નોંધાઈ ગયા બાદ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી અને પુરાવા દરમિયાન પણ ડોક્ટરને પણ તે પ્રશ્નો પૂછેલા હતા કે આરોપી જાતે ચાલી શકે તેમ નથી ૯૦% પગેથી દિવ્યાંગ છે, તે કોઈ શરીર સંભોગ કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી. ત્યારે તેમને બળજબરીથી શરીર સંભોગ કર્યો છે તેવું માની શકાય નહીં.
આ તબક્કે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલ કરેલી હતી કે, ભોગ બનનાર એટલી કુમળી વયની છે કે તેમને લાગણીઓના સંબંધોની પણ ખબર નથી તે સહજ ભાવે આરોપી પ્રેમનું કહે છે તો પૂછે છે કે પ્રેમ એટલે શું? તેનો પણ જવાબ આરોપીએ પોતાની બદ દાનતથી ખોટો આપેલો છે. આરોપીની ઉંમર જોવામાં આવે તો આરોપી ભોગ બનનાર થી ઓલમોસ્ટ ડબલ વર્ષની ઉંમરના એટલે કે ૨૮ વર્ષના છે તેમણે ભોગ બનનાર સાથે ખોટી વાતો કરેલી છે અને ભોગ બનનાર નું અપહરણ કરેલું છે. શારીરિક સંભોગ તે મેડીકો લીગલ વિષયમાં જોવામાં આવે તો શારીરિક કરતા પણ વધારે માનસિક પ્રક્રિયા છે અને આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ અને સમર્થ છે તેવું ડોક્ટર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું છે આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને હાલમાં સમાજમાં કુમળી વયની દીકરીઓને કોઈપણ રીતે ફસાવી અને તેના શરીરનો દૂર ઉપયોગ કરતા કિસ્સાઓ વધારે ધ્યાનમાં આવી રહૃાા છે, ભોગ બનનાર સગીર વયની હોવાનું પણ પુરવાર છે ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ.
બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહી બુલ્લા શેખ એ આરોપી સુરેશ દલસિંગ માવી ને સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા ગુજરાત સરકારની વિક્ટીમ કોમપનસેશન સ્કીમ હેઠળ રકમ ચૂકવવા આદેશ કરેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial