Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ મોરબીના લુટાવદરના આસામી સામે રૂ।.૧૦ લાખના ચેક પરતની કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરની મુરલીધર સોસાયટીમાં રહેતા હિતેશ બાબુભાઈ લાંબા પાસેથી મોરબીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાએ પોતાના ધંધા માટે કોલસો ખરીદવા રૂ।.૧૦ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફરતા ધર્મેન્દ્રસિંહ જાડેજાને નોટીસ અપાઈ હતી. તેમ છતાં રકમ નહીં ચૂકવતા હિતેશભાઈ લાંબાએ ધી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીને તક્સીરવાન ઠરાવી અદાલતે બે વર્ષની સજા અને ચેકની રકમ રૂ।.૧૦ લાખ નવ ટકા લેખે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial