Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે આરોપીના સગડ દબાવાયાઃ
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં એક યુવાનને ઘેરી લઈ નવ શખ્સે ઢીકાપાટુથી માર મારી મોઢે મુંગો દઈ રોકડ તથા મોબાઈલ મળી રૂ.૧૨૭૬૦ની લૂંટ કરી હતી. પોલીસે આ ટોળકીના સાતની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને બેના સગડ દબાવ્યા છે.
ખંભાળિયામાં યોજાતા પ્રખ્યાત શિરેશ્વર લોકમેળામાં મૂળ બિહારના અને હાલમાં અમદાવાદમાં રહેતા અરબાલ મોજીઉ રહેમાન શેખ નામના યુવાન એક સ્થળે કુદરતી હાજત માટે ગયા ત્યારે અચાનક ત્યાં ધસી આવેલા નવ શખ્સે આ યુવાનને ઘેરી લઈ મ્હોં પર મુંગો દઈ મારી નાખવાની ધમકી આપી તેના ખિસ્સામાંથી રૂ.૭૬૬૦ રોકડા અને પાંચ હજારનો મોબાઈલ ઝૂંટવ્યા હતા.
ત્યારપછી ઢીકાપાટુથી ધોકાવી નાખી આ યુવાનને પડતો મૂકીને આરોપીઓ નાસી ગયા હતા. આ યુવાને બૂમો પાડતા એકત્ર થયેલા ટોળાએ ભાગી રહેલા શખ્સોમાંથી એકને દબોચી લીધો હતો. બનાવની જાણ થતાં ધસી ગયેલી પોલીસ ટીમને આ શખ્સનો કબજો સોંપાયો હતો. પોલીસે તેની શરૂ કરેલી આખરી પૂછપરછમાં વિશાલ સીદુભા માયાણી, કિશન કાનજી બગડા, સચિન કરમણ ચોપડા, મુસ્તુફા અલી બ્લોચ, સુજલ જયંતિલાલ મહિડા, ભાવેશ કરમણ ચાસીયા, રાણા રાજા ચોપડા નામના સાત શખ્સની વારાફરતી અટકાયત કરી લેવાઈ છે. અન્ય આરોપી મુસ્તાક બુખારી તથા ફૈઝાન ડાડાની શોધખોળ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial