Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય૫ાલ દ્વારા સાતમા સત્રનું આહ્વાન
ગાંધીનગર તા. ૮: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ છે. અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા માહિતી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સત્ર તા. ૮,૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલશે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર દરમ્યાન ધારાસભ્યો ૨૦ ઓગષ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. ૩ દિવસ દરમ્યાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેકટરી સુધારા વિધેયક આ બંને વટહુકમ પણ વિધાનસભામાં રજૂ થશે. જેમાં કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ ૬ સપ્ટેમ્બરના બોલાવવામાં આવશે જેમાં બાકીના વિગતવાર કામોની ચર્ચા કરવામાં આવશે.
આ અંગેની માહિતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો અને રાજ્યના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial