Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા મહારાષ્ટ્રીયન ઓફ ધ યર ૨૦૨૬ પુરસ્કારથી સન્માનિત કરાયા

મલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી. અહમદને

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૩: મલાબાર ગ્રુપના ચેરમેન એમ. પી. એહમદને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૬ ખાતે પ્રતિષ્ઠિત બિઝનેસ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમને વૈશ્વિક જ્વેલરી રિટેલ ક્ષેત્રમાં તથા સમાજમાં પરિવર્તન લાવવામાં તેમની દૂરંદેશીભરી નેતૃત્વ ક્ષમતા અને મહત્ત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા આપવામાં આવ્યું છે.

મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત આ ભવ્ય સમારંભમાં નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન વિજય દરડા, અન્ય મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહૃાા હતા.

લોકમત મીડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ્સ એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે જેમની દૃષ્ટિ, નેતૃત્વ અને સિદ્ધિઓએ પોતાના ક્ષેત્રોને નવી દિશા આપી છે અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમ.પી. અહમદને મળેલું આ સન્માન તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફર અને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને વૈશ્વિક સ્તરે આગળ લાવવાના તેમના યોગદાનને ઉજાગર કરે છે. આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની પાંચમી સૌથી મોટી જ્વેલરી રિટેલ ચેઇન અને ભારતીય મૂળની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તરીકે ઉભરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh