Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત
સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. ૩૧ ઓગષ્ટ, ૨૦૨૫ના રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની ૧૯ સંસ્થાઓના ઉપક્રમે લેઉવા પટેલ સમાજની સંસ્થા, કેળવણી ધામ નિકોલમાં રાજ્યનાં માનનીય મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવી. 'જળક્રાંતિ ગ્રંથ'ના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ, જેરામભાઈ વાંસજાળિયા, કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યમાં જળક્રાંતિ લાવનાર મનસુખભાઈ સુવાગીયાએ સ્વલિખિત 'જળક્રાંતિ ગ્રંથ' અંગે જણાવ્યું હતું કે, મારા ૩૦ વર્ષના જળરક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા જળસંકટના જ્ઞાન અને અનુભવોની જાણકારી ભાવિ પેઢીને મળી રહે તે, માટે 'જળક્રાંતિ ગ્રંથ' લખવાની મને પ્રેરણા મળી. જે માટે મેં સતત ૯૭ દિવસ બરડા ડુંગરમાં આવેલી ઐતિહાસિક નગરી ધુમલીની તપોવન વિદ્યાપીઠમાં રહી ૨૨૫ પાનાનો 'જળક્રાંતિ ગ્રંથ' લખ્યો.છે. આ ગ્રંથમાં જળતત્ત્વ, વરસાદના પ્રકાર, નક્ષત્રનાં ગુણધર્મો, વીજળી અને મેઘગર્જનાનો પ્રભાવ, ભૂગર્ભ જળ પરીક્ષણ, જળરક્ષાના મોડેલ ગામોનો ઇતિહાસ, વિશ્વ જળસંકટ નિવારણનો ઉપાય અને માનવ ઘડતર તથા કર્મથી જીવનપ્રાપ્તિ જેવા આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial