Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં શાળાની હોસ્ટેલમાં કોઈ કારણથી વિદ્યાર્થિનીનો ગળાફાંસો

ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં કરતી હતી અભ્યાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ધ્રોલની એક શાળા કમ હોસ્ટેલમાં રહી વિજ્ઞાન પ્રવાહમાં ધો.૧૧માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ વિદ્યાર્થિનીના વાલીનું નિવેદન નોંધવા સહિત તપાસ હાથ ધરી છે.

ધ્રોલમાં આવેલી જી.એમ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ત્યાં આવેલી હોસ્ટેલમાં જ વસવાટ કરતા સત્તર વર્ષના હીરલબેન હાથીયા નામના વિદ્યાર્થિનીએ ગઈકાલે કોઈ અકળ કારણથી એક ઓરડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઉપરોક્ત બનાવની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થિનીઓને જાણ થતાં સંચાલકને વાકેફ કરાયા હતા અને તેઓએ પોલીસને જાણ કરી હતી. જી.એમ. પટેલ સ્કૂલમાં ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને આગલા દિવસે જ ખંભાળિયા પંથકમાં વસવાટ કરતા તેમના પરિવારજનો મૂકી ગયા પછી આ વિદ્યાર્થિનીએ કોઈ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લેતાં પોલીસે પરિવારજનોનંુ નિવેદન નોંધવા ઉપરાંત આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh