Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉંધી કુહાડી ઝીંકી બંને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યાઃ
જામનગર તા. ૨૫: જોડિયાના તારાણામાં એક યુવાન પર ગઈકાલે તેના સાળાએ કુહાડીથી હુમલો કર્યાે હતો. આ યુવાનને પત્ની સાથે કામધંધા બાબતના થતાં રહેતા ઝઘડાના કારણે સાળાએ ઉંધી કુહાડી ફટકારી બંને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. પોલીસે બનેવીની ફરિયાદ પરથી સાળા સામે ગુન્હો નોંધ્યો છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં દેવીપુજક વાસમાં વસવાટ કરતા ધનજીભાઈ લાલજીભાઈ ફૂલતરીયા નામના યુવાન પર ગઈકાલે તેમના સાળા અને તારાણા ગામમાં જ રહેતા રવિ રણછોડભાઈ સોલંકીએ કુહાડાથી હુમલો કરી ઈજા પહોંચાડતા બંને પગમાં ફ્રેક્ચર થઈ જવાથી ધનજીભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ધનજીભાઈને તેના પત્ની રેખાબેન સાથે કામધંધો કરવા બાબતે અવારનવાર ઝઘડા થતાં હતા. દારૂ પીવાની આદત ધરાવતા ધનજીભાઈને ફરીથી પત્ની સાથે ગઈકાલે બોલાચાલી થયા પછી સાળો રવિ રણછોડભાઈ કુહાડા સાથે ધસી આવ્યો હતો.
આ શખ્સે માર ખાધા વગર નહીં સુધરે તેમ કહી ઉંધી કુહાડી ધનજીભાઈના બંને પગમાં ફટકારતા તેઓને ફ્રેક્ચર થઈ ગયા છે. હવે મારી બહેન સાથે ઝઘડો કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આ શખ્સ નાસી ગયો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial