Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુર બીચમાં પહેલી હોટલ બીચ વ્યુનું ખાતમુહૂર્ત થયું

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ બહોળુ મિત્રમંડળ ધરાવતા હમીરભાઈ ભારવાડિયાની શિવરાજપુર બીચમાં પહેલી હોટલનું ભૂમિ પૂજન ગત્ તા. ર૩-૩-ર૦ર૬ ના કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો હરદાસભાઈ ખવા, પ્રવિણભાઈ માધાણી, બાલુભા કેર, દિલીપભાઈ ચાવડા, અતુલભાઈ ભટ્ટ, હકાભાઈ, સરપંચ અશોકભાઈ જગતિયા, જયેશભાઈ નાયાણી, મહેશભાઈ બરારિયા, મેરૂભાઈ કંડોરિયા, આશિષભાઈ કંટારિયા, નવીનભાઈ લાખાણી, દેવાભાઈ ભારવાડિયા, સામતભાઈ જોગલ, દેવાભાઈ ગોજિયા, આહિર સમાજના અગ્રણી દિલીપભાઈ ડુવા, કાનાભાઈ કરંગિયા, મધુભાઈ માડમ, જીગરભાઈ માડમ, રાજપૂત અગ્રણી વી.ડી. જાડેજા, પી.આર. જાડેજા દિલીપસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ રાજેશભાઈ ગાંધી, રાજુભાઈ દાવડા, ડાડુભાઈ આંબલિયા, જે.ડી. ગોજીયા, જીતુભાઈ ઉદાણી, એસ.એમ. બૈડિયાવદરા, સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઈ વિરાણી, વાહિદ ગીરાચ, પ્રકાશભાઈ સુવા, સંદિપભાઈ બારોટ, ધીમંતભાઈ અને રાજનભાઈ માંકડ પરિવાર, ડો. કાલરિયા, કોટેચા, ગોહિલ, કામલિયા, પ્રતાપભાઈ, મીડિયાના પી.પી. પરમાર, કલ્પેશ રાવલ, પરેશ કનખરા, તેમજ બહોળી સખ્યામાં વડીલો, શુભેછકો, મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપસ્થિત નહીં રહેનારાઓએ ટેલિફોનિક શુભેછા પાઠવી હતી, સાથે હોટલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ચિરાગભાઈ પંડ્યા, રામભાઈ ગોજિયા, ખેંગારભા માણેક અને લાખાભા નાયાણીએ કર્યું હતું. આ તકે હમીરભાઈ ભારવાડિયા પરિવારે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh