Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' માં રાવણ દહનના ઉપક્રમે યોજાઇ રામ સવારી-શોભાયાત્રા
'છોટીકાશી' જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરા પર પરંપરાગત રીતે યોજાયેલ રાવણ દહનના કાર્યક્રમના ઉપક્રમે રામ સવારી-શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સિંધી સમાજનાં હોદ્દેદારો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં નાનકપુરીથી શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. શોભાયાત્રામાં રાવણની અસુર સેનામાં ભયાનક વેશધારી કલાકારો તથા શ્રી રામની વાનર સેનામાં વાનર રૂપધારી કલાકારોએ આકર્ષણ જગાવ્યું હતું. ખાસ કરીને બાળકો સમગ્ર શોભાયાત્રા નિહાળી રોમાંચિત થયા હતાં. શોભાયાત્રા નાનકપુરથી આરંભ થઇ ખંભાળિયા ગેઇટ, હવાઇ ચોક, ચાંદ બજાર, રણજીત રોડ, લીમડાલાઇન, ક્રિકેટ બંગલા થઇને રાવણ દહનનાં સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રી રામની સેના અને રાવણની સેના વચ્ચે યુદ્ધ પણ થયું હતુંં.આ નાટ્ય પ્રસ્તુતિ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો બાળકો સાથે ઉમટી પડ્યા હતાં. સમગ્ર શોભાયાત્રામાં પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો તથા પ્રદર્શન ગ્રાઉન્ડમાં પણ કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ તૈનાત રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial