Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે મોટાભાગની માગણીઓ સ્વીકારીઃ
જામનગર તા. પઃ વ્યાજબી ભાવના દુકાનદારોની મહત્તમ માગણીઓ સ્વીકારી લેવામાં આવતા આખરે હડતાલ સમેટાઈ છે. અને આજથી રાબેતામુજબ કામગીરી શરૂ થવા પામી છે.
સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા સહિતની વિવિધ ર૦ જેટલી માગણીઓ સાથે રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલનો પ્રારંભ કર્યો હતો.
બીજી તરફ સરકાર સાથે વાટાઘાટો ચાલતી હતી, પરંતુ માગણીઓ સ્વીકારવામાં આવતી ન હતી. આખરે છેલ્લા ચાર દિવસથી હડતાલ શરૂ કરી દેવામાં આવી હતી પરિણામે ગરીબોને રાશન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આખરે ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની બેઠકમાં મહત્તમ મુદ્ે સમાધાન થયું હતું, અને પરિણામે હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે દુકાનદારોને બોરી દીઠ રૂ. ૩ ઉપરાંત રૂ. ર૦ હજારના બદલે ૩૦ હજાર કમિશન ચૂકવવામાં આવશે. હવે માત્ર બે સભ્યોની ઉપસ્થિતિમાં પણ દુકાનમાં જથ્થો ઉતારી શકશે તેમજ સર્વરની સમસ્યાનો પણ ઉકેલ લાવવા કામગીરી હાથ ધરવામાં આવશે તેવો પણ સરકારે નિર્ણય કર્યો છે.
આમ સરકાર અને વ્યાજબી ભાવની દુકાનદારો વચ્ચે સમાધાન થતા આજથી વ્યાજબી ભાવની દુકાનદારોની દુકાનો ખુલવા પામી છે, અને ગરીબ પરિવારોને હવે અનાજનો પુરવઠો મળતો થતા રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial