Advertisement
Author: નોબત સમાચાર

મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં કર્યું રૂ. ૧૫ કરોડનું દાન... વિવિધ મંદિરોમાં દાનની સરવાણી

તિરૂપતિમાં રસોડાના નિર્માણનો સંકલ્પઃ ગુરૂવાયુરમાં ૧૫ કરોડનું દાનઃ નાથદ્વારામાં યાત્રી સદનઃ ૫૦ કરોડનો પ્રોજેકટ

                                                                                                                                                                                                      

ધનાઢય દાતા મુકેશભાઈ અંબાણીએ દેશના પ્રસિદ્ધ વિષ્ણુ-કૃષ્ણ મંદિરોમાં દાન-સેવાની સરવાણી વહાવી છે. રિલાયન્સના ચેરમેન નાથદ્વારા, તિરૂપતિ અને ગુરૂવાયુર મંદિરમાં શિષ ઝૂકાવ્યું હતું અને નાથદ્વારામાં યાત્રી સદન તથા ૧૫ કરોડનું દાન, ગુરૂવાયુરમાં ૧૫ કરોડનું દાન તથા તિરૂપતિમાં રસોડા નિર્માણની ઘોષણા કરી હતી.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તથા સમગ્ર અંબાણી પરિવાર વૈષ્ણવ પંથી હોય શ્રીનાથજીમાં અતૂટ આસ્થા ધરાવે છે જેને પગલે અંબાણી પરિવાર અવારનવાર નાથદ્વારાની યાત્રાએ જતો હોય છે. ગઇકાલે પણ મુકેશ અંબાણી નાથદ્વારા પહોંચ્યા હતા અને શ્રીનાથજી મંદિરમાં ભોગ આરતીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પૂ. વિશાલબાવાજીએ મુકેશ અંબાણીને ભેટ તથા પ્રસાદ અર્પણ કરી તેઓનું સન્માન કર્યુ હતું. મુકેશ અંબાણી એ શ્રીનાથજી મંદિરમાં રૂ. ૧૫ કરોડનું દાન કર્યુ હતુ તથા નાથદ્વારામાં વૈષ્ણવોની સુવિધા માટે 'યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન' નિર્માણ કરવાની ઘોષણા કરી હતી. જેમાં ૧૦૦ થી વધુ રૂમ હશે અને ૨૪ કલાક તબીબી સુવિધાઓ સાથે વૃદ્ધ વૈષ્ણવો માટે ખાસ ઉપયોગી બની રહેશે. અંદાજીત ૫૦ કરોડનો આ પ્રોજેક્ટ આગામી ૩ વર્ષમાં પૂર્ણ થશે.

નાથદ્વારા પછી મુકેશ અંબાણીએ આંધ્રપ્રદેશનાં પ્રસિદ્ધ શ્રી તિરૂપતિ મંદિરમાં દર્શન કરી ભગવાન વેંકટેશ્વર સમક્ષ શિષ ઝૂકાવ્યું હતું. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) સાથેની ભાગીદારી તથા આંધ્રપ્રદેશ સરકારનાં સમર્થનથી મુકેશ અંબાણી દ્વારા તિરૂપતિમાં નિયમિત ૨ લાખ ભક્તો ભોજન પ્રસાદ લઇ શકે એવું અદ્યતન ઓટોમેશન સાથેનું રસોડું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ કેરળનાં ત્રિશૂરમાં આવેલ પ્રસિદ્ધ શ્રી ગુરુવાયુર કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતાં. આ તકે મુકેશ અંબાણીએ ગુરુવાયુર મંદિરને રૂ. ૧૫ કરોડનું દાન આપ્યું હતું.

આમ મુકેશ અંબાણીએ દેશનાં પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં દર્શન કરી દાન - સેવાની સરવાણી વહાવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જીઓ નો આઇપીઓ આવનાર છે જેને સૌથી મોટો આઇપીઓ માનવામાં આવી રહૃાો છે અને તેનાં દ્વારા રિલાયન્સ અને મુકેશ અંબાણીની ઔદ્યોગિક સફળતામાં નવો આયામ ઉમેરવાની સંભાવના છે ત્યારે મુકેશ અંબાણીની આ યાત્રાઓ તેમનાં ઈશ્વર પ્રત્યેના સમર્પણ અને શ્રદ્ધાના પ્રતીકરૂપ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh