Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય યદુવંશી સમાજ દ્વારા
લાલ પુર તા. ૨૬: લાલપુર આહિર સમાજમાં સમસ્ત અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજિત શિવકથા તથા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી તા. ૨૯-૩-૨૬થી શરૂ થનાર છે. આ કાર્યક્રમો પીડારા ગામથી આયોજક ટીમ લાલપુર આવી હતી. આ અવસરે લાલપુર તાલુકાના વિવિધ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાલપુરના આગેવાન ડો. રમેશભાઈ અને મનીષાબેન ડાંગર ના પુત્ર જેનીશભાઈ ડાંગરે ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે પદવી મેળવી ક્લાસ-વન અધિકારી બનતા સમગ્ર સમાજ દ્વારા તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનો તેમજ લાલપુર આહિર મહિલા મંડળના સભ્યો વિશેષ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન દેશસેવામાં જોડાયેલા યુવાનનો ગૌરવ વ્યક્ત કરતા સમાજના પ્રતિનિધિઓએ યુવાપેઢીને પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. દેશપ્રેમ અને સમાજ ગૌરવની ભાવના સાથે સમાજના વધુમાં વધુ દીકરા-દીકરીઓ સેનામાં તથા રાષ્ટ્રીય સેવાકાર્યોમાં જોડાય તે માટે હાલક કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને હર્ષોલ્લાસના માહોલમાં સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial