Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસસિએશન આયોજિત
જામનગર તા. ૧૩: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટની ટીમે પ્રારંભિક બન્ને મેચોમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો.
પ્રથમ મેચ જામનગર અને રેલવેની ટીમ વચ્ચે રમાયો હતો, જેમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમાં ૩૮૮ રનનો સ્કોર કર્યો હતો. જામનગરના પુષ્કર કુમારે ૧૭૦ રન ફટકાર્યા હતાં. બીજી ઈનિંગમાં ૧પ૩ રન કર્યા હતાં જેના જવાબમાં રેલવેની ટીમે પ્રથમ દાવમાં ર૦ર અને બીજી ઈનિંગમાં ૩ર૧ રન કરતા જામનગરનો ૧૮ રનથી વિજય થયો હતો.
બીજો મેચ રાજકોટ 'બી' ટીમ સામે રમાયો હતો, જેમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમાં ૪૮૮ રન કર્યા હતાં. જામનગરના દિવ્ય રાજ ચૌહાણે ર૦ર દડામાં ર૧પ રન ફટકાર્યા હતાં, જ્યારે પુષ્કરકુમારે ૧૩પ રન, સુલતાન જોખિયાએ પ૭ અને રોહન મથ્થરે રપ રન કર્યા હતાં. બીજી ઈનિંગમાં જામનગરના જય રાવલિયાએ ૧૬૮, પુષ્કરકુમારે ૬પ અને કેરવ રાવલે ૪૮ રન કર્યા હતાં. રાજકોટની ટીમના પ્રથમ ઈનિંગમાં ૩૩૭ રન અને બીજી ઈનિંગમાં ર૭ર રન થતા જામનગરનો રર૭ રનથી ભવ્ય વિજય થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial