Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમૃત ભારત યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા
રાજકોટ તા. ૧૮: રાજકોટ ડિવિઝનના ભાટિયા રેલવે સ્ટેશનનો સર્વગ્રાહી પુનઃવિકાસ થઈ રહ્યો છે અને અમૃત ભારત યોજના હેઠળ રૂ।. ૬.૪૨ કરોડના ખર્ચે કાયાકલ્પ થતા મુસાફરો માટે આધુનિક, સુરક્ષિત અને સુવિધાજનક સ્ટેશનની દિશામાં મોટું પગલું ગણાશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત ૬.૪૨ કરોડના ખર્ચે ભાટિયા સ્ટેશનના સર્વગ્રાહી પુનઃવિકાસનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્યકળા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહૃાું છે.
સ્ટેશનને સંપૂર્ણપણે 'દિવ્યાંગજન અને વડીલોને અનુકૂળ' બનાવવામાં આવ્યું છે. વિશાળ સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે
નવું સ્ટેશન બિલ્ડિંગઃ ૨૮૫૯.૪૭ ચોરસ ફૂટમાં ફેલાયેલું આધુનિક ભવન, જેમાં એસી૫ી ક્લેડિંગ , પ્લાસ્ટર અને ટાઇલ્સનું ફિનિશિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રવેશ અને નિકાસ દ્વારઃ મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા અને સરળ અવરજવર માટે ૨૦-૨૦ ફૂટ પહોળા દ્વાર બનાવવામાં આવ્યા છે. સ્ટેશન પોર્ચઃ ૧૨૧૦ ચોરસ ફૂટનો વિસ્તાર જે મુસાફરોને ખરાબ હવામાનથી બચાવવાની સાથે આરામદાયક પ્રવેશ પ્રદાન કરે છે.
૧૮૧૦ ચોરસ ફૂટનો મોટો વિસ્તારનો વિશાળ કોનકોર્સ બનાવાયો છે. જ્યાં મુસાફરો ભીડભાડ વગર આરામથી રોકાઈ શકે છે. ૨૧૧૦ ચોરસ ફૂટનો વિસ્તારમાં પ્રતિક્ષાલય બનાવાયું છે, જે બહેતર વેન્ટિલેશન અને બેસવાની આરામદાયક વ્યવસ્થાથી સજ્જ છે. ડીલક્સ એસી વેઈટિંગ રૂમ બનાવાયા છે. આ ૩૭૩ ચોરસ ફૂટના વિશાળ પ્રીમિયમ રૂમમાં મુસાફરો શાંત વાતાવરણમાં પ્રતીક્ષા કરી શકે છે. પ્લેટફોર્મ નંબર ૧ થી ૩ સુધી ૧૨૯૫૦ ચોરસ ફૂટનો વિસ્તૃત શેડ બનાવાયો છે. જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપે છે.
વિશાળ પાર્કિંગ એરિયાઃ ૩૯૨૦.૧૫ ચોરસ ફૂટનો સમર્પિત વિસ્તાર જે વધુ વાહનોને વ્યવસ્થિત રીતે પાર્ક કરવાની સુવિધા આપે છે. પિક-અપ/ડ્રોપ-ઓફ લેનઃ વાહનોના સરળ પ્રવાહ માટે ૧૩ ફૂટ પહોળી અલગ લેન બનાવવામાં આવી છે. સર્ક્યુલેટિંગ એરિયાઃ સ્ટેશન પરિસરના બહારના ભાગનો વિકાસ, જેનાથી વાહનોની અવરજવર વ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બને.
દિવ્યાંગજન સુવિધાઓઃ સમર્પિત પાર્કિંગ સ્લોટ, ટેક્ટાઈલ ટાઇલ્સ, સાઈનેજ અને હેન્ડ રેલ જેવી વિશેષ સુવિધાઓ જેથી દિવ્યાંગ મુસાફરોને કોઈ અસુવિધા ન થાય. પ્રકાશ વ્યવસ્થાઃ સુરક્ષા માટે નવા વીજ થાંભલા અને હાઈ માસ્ટ લાઈટ્સ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે સ્ટેશન સંપૂર્ણપણે પ્રકાશિત રહે.
૧૧૪૦.૫૬ ચોરસ ફૂટનું નવું બાથરૂમ અને ટોયલેટ કોમ્પ્લેક્સ જે સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓથી યુક્ત છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ની સપાટીનું સદૃઢીકરણ કરવા માટે પ્લેટફોર્મની ફ્લોરિંગ (સર્ફેશ) માં સુધારો કરવામાં આવ્યો છે જેથી લપસી ન જવાય અને સુરક્ષા વધે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાટિયા સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સુગમતા અને ગરિમાપૂર્ણ મુસાફરીનો નવો માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષાલયોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial