Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક ઝબ્બે લેવાયું: ભૂલ કબૂલ કરાઈઃ
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર બાઈક પર સ્ટંટ કરી રહેલા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ શખ્સે ભૂલ કબૂલ કરી છે. પોલીસે તેનું બાઈક કબજે લીધુ છે.
ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર એક શખ્સ બાઈક પર સ્ટંટ કરતો હોય તેવો વીડિયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયો પોલીસ પાસે પહોંચ્યા પછી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન દેવભૂમિ દ્વારકાની ટ્રાફિક શાખાના પીએસઆઈ જે.બી. જાડેજા તથા સ્ટાફે વીડિયોમાં દેખાતા બાઈકના નંબર પરથી મિતેશ હેમતલાલ રોશીયા નામના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે ભૂલ બદલ માફી માંગી હતી. પોલીસે તેનંુ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial