Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા અંતર્ગત
જામનગર તા. ૬: ખંભાળિયા તાલુકાના ભાણવખોખરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા અંતર્ગત જંગી જનસભા યોજવામાં આવી હતી.
આ જનસભામાં ખંભાળિયા પંથકના ખેડૂતો, યુવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
આ જનસભાને પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા ૩૦ વર્ષથી જાતિ, જ્ઞાતિ અને ધર્મના નામે આપણને લૂંટ્યા છે. હવે આપણાં અસ્તિત્વની આ છેલ્લી લડાઈ છે. હજી પણ આપણે જાગૃત નહીં થઈએ તો આપણા બાળકોનું ભાવિ ધુંધળુ થઈ જશે. ભાજપના કારણે આજનો ખેડૂત ખેડૂત મટીને જાતિ-જ્ઞાતિમાં વહેંચાઈ ગયો છે. ખેતરોમાં થાંભલા નાખવા, કંપનીવાળાઓ પોલીસને ભાડે લઈને આવે છે.
આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયા, સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણભાઈ રામે સંબોધન કરી જણાવ્યું હતું કે, સોમનાથ દાદાના દર્શન કરી પરિવર્તનનો સંકલ્પ લઈને આ યાત્રા સાથે અમે તમારી સમક્ષ આવ્યા છીએ. તમામ જાતિ-ધર્મના લોકો એક થાય, ખેડૂતો અને મજૂરો એક થાય, ગુજરાતની જનતા જાગે તોજ સાચો બદલાવ શક્ય બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial