Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃશ્ચિક સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં બદલાવ આવતો જોવા મળે. આવકની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું થતું જોવા મળે. નિશ્ચિત આયોજન સાથે આગળ વધશો તો લાભદાયી બની રહેશે. સામાજિક ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બને. તા. રર થી રપ આર્થિક આયોજન. તા. ર૬ થી ર૮ સામાન્ય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે નવી દિશાઓનું આયોજન કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય આપના પક્ષમાં રહેતો જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટેની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેવું. તબિયત સુખાકારી સારી રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થતો જણાય. તા. રર થી રપ લાભદાયી. તા. ર૬ થી ર૮ સાનુકૂળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના સ્નેહીજનો-૫રિવારજનો સાથે સમય વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો હલ આવતો જણાય. તા. રર થી રપ વિવાદ ટાળવા. તા. ર૬ થી ર૮ સુખમય.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો ખર્ચ કરવા માટે આકર્ષાતા જણાવ. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નોના પરિણામ આપના પક્ષમાં આવી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યના બદલમાં પ્રશંસા સાંભળવા મળે. તા. રર થી રપ મિશ્ર. તા. ર૬ થી ર૮ ખર્ચ-ખરીદી.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે તેમ જણાય છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય માલસામાનની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. રર થી રપ મધ્યમ. તા. ર૬ થી ર૮ શુભ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે કોઈ પ્રવાસ કે મુસાફરીની મજા માણી શકશો. પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું ખાસ જરૂરી જણાય છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને સાવચેતપૂર્વક કામ કરવા સલાહ છે. કોર્ટ-કચેરીમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. રર થી રપ યાત્રા-પ્રવાસ. તા. ર૬ થી ર૮ ખર્ચાળ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાણાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. રર થી રપ સાનુકૂળ. તા. ર૬ થી ર૮ મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક બની રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. તા. રર થી રપ મિલન-મુલાકાત. તા. ર૬ થી ર૮ વ્યસ્તતા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે, અન્યથા ડોક્ટરની ફરજિયાત મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. તા. રર થી રપ સ્વાસ્થ્ય સાચવું. તા. ર૬ થી ર૮ સારી.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. રર થી રપ સુખદ. તા. ર૬ થી ર૮ આરોગ્ય સાચવવું.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહ-ગોચર બદલાતા સમય આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ બની રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. રર થી રપ તણાવ રહે. તા. ર૬ થી ર૮ શુભ ફળદાયી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. રર થી રપ આરોગ્ય સુધરે. તા. ર૬ થી ર૮ સંભાળવું.