Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવદિવાળી નિમિત્તે
ખંભાળીયા તા. ૧૩: કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે જાણીતા વિદ્વાન શાસ્ત્રી ભરતભાઈ બાંભણીયા દ્વારા દેવદિવાળીના શાસ્ત્રોક્ત વિધિથી શાલીગ્રામ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મૂજબ ગંડકી નદી નેપાળમાંથી નીકળતા શાલીગ્રામ કે જે કાળા કલરના ગોળ તથા તેને ખોલતા બે ભાગ થાય તથા તેની અંદર ગોમતીચક્રની જેમ ડિઝાઈન હોય તે ઓરીજનલ ગણાય છે. તથા તેની જ પૂજા થાય છે.
ભરતભાઈ શાસ્ત્રીએ જણાવેલ કે બિલ્વ અષ્ટકમમાં કહેવાયું છે કે શાલીગ્રામનું દાન જો કોઈ બ્રાહ્મણને કરે તો તેને સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.તથા કાયદેસર રીતે બ્રાહ્મણો શાલીગ્રામ ખરીદી કરીને પૂજા નથી કરી શકતા પણ કોઈ દાનમાં આપે તો તેની પૂજા થાય છે. તથા આ પૂજા તુલસીપત્ર તથા જમણા શંખ સાથે થાય છે. તથા પૂજામાંથી દૂધ પાણી સાથેનું પ્રવાહી એવું ઉત્તમ મનાય છે કે મૃત્યુ સમયે કોઈને મોં માં દેવાથી તેનું કલ્યાણ થાય છે.
નેપાળ ગંડકી માંથી લાવેલા અસલ શાલીગ્રામની પૂજા વિધિમાં ખંભાળીયાથી અગ્રણી હિતેશભાઈ આચાર્ય, દિલીપભાઈ કછટીયા, ધતુરીયાના ભરતભાઈ આહિર જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial