Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા, રફાળેશ્વર અને ઓખામઢી સ્ટેશનો પર પાંચ ટ્રેનના સ્ટોપેજ ૮ સપ્ટે.થી પુનઃ બહાલ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનના ભાટીયા, રફાળેશ્વર અને ઓખામઢી સ્ટેશનો પર ૫ ટ્રેનોના સ્ટોપેજને ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો ભાટીયા સ્ટેશન પર સ્ટોપેજઃ ટ્રેન નંબર ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ભાટીયા સ્ટેશન પર ૧૦.૪૫ વાગ્યે આગમન અને ૧૦.૪૭ વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.

ટ્રેન નંબર ૭૯૪૪૧/ ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર-મોરબી ડેમુનો રફાળેશ્વર સ્ટેશન પર સ્ટોપેજઃ ટ્રેન નંબર ૭૯૪૪૧ વાંકાનેર-મોરબી ડેમુનો ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી રફાળેશ્વર સ્ટેશન પર ૦૭.૨૨ વાગ્યે આગમન અને ૦૭.૨૩ વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર ડેમુનો ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી રફાળેશ્વર સ્ટેશન પર ૦૮.૦૬ વાગ્યે આગમન અને ૦૮.૦૭ વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.

ટ્રેન નંબર ૧૯૨૦૯ /૧૯૨૧૦ ભાવનગર-ઓખા એક્સપ્રેસનો ઓખામઢી સ્ટેશન પર સ્ટોપેજઃ ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસનો ૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ઓખામઢી સ્ટેશન પર ૦૮.૨૯ વાગ્યે આગમન અને ૦૮.૩૦ વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસનો ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ઓખામઢી સ્ટેશન પર ૧૬.૧૩ વાગ્યે આગમન અને ૧૬.૧૪ વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh