Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સુપ્રસિદ્ધ દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવનો આગામી તા.૨૭થી પ્રારંભ

તેલીબિયાથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન થશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના સુપ્રસિદ્ધ દગડુ શેઠ ગણપતિ મહોત્સવ ૨૯મા વર્ષમાં પ્રવેશ કરલ છે. આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે. આ વર્ષે ગણેશ સ્થાપના તા. ૨૭-૮-૨૫ થી તા. ૦૬-૦૯-૨૫ સુધી કરવામાં આવશે. આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે પ્રદુષણ રહિત બનાવવામાં આવેલ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે તેલનું પ્રમાણ આશરે ૧૦% થી વધુ ખાવાના વપરાશમાં ઘટાડો કરવા માટેની જે અપીલ કરવામાં આવેલ છે તે માટે સામાજિક રીતે લોક જાગૃતિ માટે એક સંદેશ આપવા માટે આ વખતના ગણપતિ મહોત્સવ માં વિશિષ્ટ પ્રકારની તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિ તેલીબિયા (સોયાબીન-૧કિલો, મકાઈ-૨કિલો, સરસવ-૪કિલો, તલ-૪કિલો, એરંડા-૩કિલો, કપાસ-૦.૧૫૦કિલો, સીંગદાણા-૦.૫૦૦કિલો, રાયડો-૩કિલો, સૂરજમુખી-૦.૫૦૦કિલો, નાળિયેર-૦.૨૫૦કિલો), કંતાન, સફેદ કાપડ, પૂંઠા, વાંસ, સુતરી અને દોરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

આ ગણપતિ મહોત્સવનું આયોજન એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જે સતત આઠ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. આ એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એઈટ વન્ડર્સ ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલીયા, નિલેષસિંહ પરમાર, વિજયસિંહ જાડેજા, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, હરીભાઈ, ગોપાલ ભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલભાઈ પીઠડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh