Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ગામડાઓમાં ગઈકાલે એક થી ત્રણ ઈંચ વરસ્યો
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ ભારે વરસાદ ક્યાંય વરસ્યો નથી. જો કે, શનિવારે જામજોધપુરમાં સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઈકાલે રવિવારે અનેક ગામડામાં એક થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. એકંદરે હળવા વરસાદ ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉપરવાસમાં થતા વરસાદથી જળાશયો છલકાઈ રહ્યા છે.
જામનગરમાં હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. શનિવારે જામજોધપુરમાં ૧૧૪ મીમી., દિવસ દરમ્યાન વરસાદ વરસી ગયો હતો. ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે પંથકના જળાશયોમાં પાણીની આવક થઈ છે. તો કેટલાક જળાશયો છલકાઈ ગયા છે. ઉપરાંત લાલપુરમાં ૨૧મીમી, કાલાવડમાં ૧૬મીમી અને ધ્રોલમાં ૧૫મીમી વરસાદ થયો હતો. જ્યારે ગઈકાલે રવિવારે જોડીયામાં ૧૯મીમી, ધ્રોલમાં ૭મીમી, કાલાવડમાં ૩૯મીમી લાલપુરમાં ૧૩મીમ અને જામજોધપુરમાં ૧૮મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રવિવારે અનેક ગામડાઓમા પણ એક થી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
જેમાં મોટી ભલસાણમાં ૧૮મીમી, અલીયાબાડામાં ૨૫મીમી, બાલંભામાં ૭૫મીમી, પીઠડમાં ૬૫ મીમી, ભલસાણ બેરાજામાં ૨૨ મીમી, મોટા પાંચદેવડામાં ૨૬ મીમી, સમાણામાં ૨૧ મીમી, ધ્રાફામાં ૨૫ મીમી અને મોટા ખડબામાં ૨૭ મીમ વરસાદ થયો છે. ઉપરાંત અન્ય પણ અનેક સ્થળોએ સતત વરસાદથી અનેક ડેમ છલકાઈ રહ્યા છે. જેમાં ડાયમીનસાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. તો ઉમિયાસાગર ડેમના ૧૦ દરવાજા સાત ફૂટ ખોલવામાં આવ્યા છે. વેણુ (વનાણા) ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.
બીજી તરફ વધુ એક સિસ્ટમ સક્રિય થવા પામી છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial