Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે રામાશ્રય પાંડેએ સંભાળ્યો કાર્યભાર

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૧: ભારતીય રેલ એન્જિનિયર્સ સેવાના ૧૯૯૦ બેચના વરિષ્ઠ અધિકારી રામાશ્રય પાંડેએ તા.૧૦ એપ્રિલના પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકેની તેમની નિમણૂક પહેલાં તેઓ પૂર્વ મધ્ય રેલવે, પટણામાં મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ/દક્ષિણ) તરીકે કાર્યરત હતી. તેમની ઉત્તમ કારકિર્દી દરમિયાન પાંડે ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી મંડળમાં મંડળ રેલ પ્રબંધક તરીકે તેમજ ઉત્તર રેલવે, નવી દિલ્હીમાં મુખ્ય એન્જિનિયર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ગોરખપુર અને સમસ્તીપુરમાં ઉપપ્રમુખ એન્જિનીયર તરીકે, રેલવે બોર્ડમાં સભ્ય એન્જિનિયરીંગના વિશેષ કાર્ય અધિકારી (ઓએસડી) તરીકે, રેલવે બોર્ડમાં નિર્દેશક સતર્કતા તરીકે તેમજ હાજપુરમાં ઉપ મુખ્ય સતર્કતા અધિકારી તરીકે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ રેલ વિકાસ નિગમ લિ.માં ગ્રુપ જનરલ મેનેજર તરીકે પણ કાર્યરત રહ્યા હતા. જ્યાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ આધારભૂત ઢાંચાકીય પ્રોજેક્ટસનું સફળ અમલીકરણ કર્યું હતું.

તેઓએ આઈઆઈટી રૂરકીમાંથી બી.ટેક. તથા આઈઆઈટી દિલ્હીમાંથી એમ.ટેક.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. રેલવે ઓપરેશન તથા આધારભૂત ઢાંચા વ્યવસ્થાપન ક્ષેત્રોમાં તેમણે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેમણે ઈટાલીમાં ટ્રેક રેકોર્ડિંગ, સીંગાપુર અને મલેશીયામાં એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેન ઓપરેશન તેમજ તુર્કી, નોર્વેમાં ટનલ નિર્માણ તકનીકો અંગે પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

તેમની પાસે આધારભૂત ઢાંચાના નિર્માણ, વ્યવસ્થાપન અને પ્રશાસનનો વિશાળ અનુભવ છે. તેઓ અધિકારીઓ અને કર્મચારીઓમાં સમાન રીતે લોકપ્રિય છે અને પુરો વિશ્વાસ છે કે તેમના ગતિશીલ નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી સિદ્ધિઓ હાંસલ કરીને નવી ઉંચાઈઓ સર કરશે તેમ પ. રેલવેની યાદી જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh