Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી જનાવરના ડંખથી યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં એક યુવતી અને બે યુવાનના મૃત્યુ નિપજ્યા છે. જેમાં યુવતીનું વીજશોક લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે ખેત શ્રમિકનું ઝેરી જનાવર કરડી જવાથી મૃત્યુ નિપજ્યું છે, અજાણ્યા યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
ખંભાળિયામાં કજુરડા પાટીયા પાસે વિજયનગરમાં રહેતી પૂજાબેન બાબુભાઈ ડગરા નામની ઓગણીસ વર્ષની યુવા નવ પરિણીતા ગઈકાલે સવારે પોતાના ઘરે પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટરનો વાયર બોર્ડમાં લગાવતી હતી. ત્યારે તેણીને વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે બાબુભાઈ લખુભાઈ ડગરાએ પોલીસને જાણ કરતા એએસઆઈ જે.પી. જાડેજા તપાસ અર્થે દોડી ગયા હતા. મરણજનાર પૂજાબેનના લગ્ન ફક્ત દોઢ માસ પહેલાં જ થયા હતા.
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ રાજાભાઈ સોનગરા (ઉ.વ.૪ર) ગત તા.૭ના સવારે પાંચેક વાગ્યે પોતાની વાડીમાં સૂતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવરે ડંખ મારતા તેની વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ હે.કો. રણમલભાઈ પરમારે તપાસ હાથ ધરી છે.
ઓખામંડળના મીઠાપુર સ્થિત ટાટા કંપનીના સોલ્ટ ગેઈટ પાસેના તળાવમાંથી આશરે ૪૦થી પ૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં સાંપડ્યો હતો. આ બનાવ અંગે સંજયભાઈ રાજેશભાઈ પરમારે પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહને હોસ્પિટલ પહોંચાડી તેની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial