Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૫૦ હજાર સામે રૂ।.અઢી લાખ વ્યાજ ચૂકવ્યા પછી પણ માર મારી ધમકી અપાઈ

રાંદલનગરના શખ્સ સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૧: જામનગરના એક આસામીએ બે વર્ષ પહેલાં રૂ।.૫૦ હજાર ૩૦ ટકાના વ્યાજે મેળવી રૂ।.અઢી લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી એક શખ્સે પોતાની પાસે રહેલા આ આસામીના બે કોરા ચેક પણ પરત ન આપતા અને ધમકી આપી ઢીકાપાટુથી માર મારી ગાળો ભાંડતા તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના માંડવી ટાવર વિસ્તાર પાસે સેન્ટ્રલ બેંક સામે શેરીમાં તોલાફળીમાં વસવાટ કરતા વિક્કીભાઈ અરવિંદભાઈ પરમાર નામના યુવાને બે વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત ઉભી થતાં રાંદલનગરવાળા લાલા દરબાર પાસેથી રૂ।.૫૦ હજાર ૩૦ ટકાના વ્યાજે મેળવ્યા હતા. તેના વ્યાજ પેટે વિક્કીભાઈએ રૂ।.અઢી લાખ ચૂકવી આપ્યા હતા.

તે પછી અવારનવાર પૈસાની જરૂરિયાત પડતા લાલાભાઈ પાસેથી સીસ્ટમ કાર્ડ પેટે રોજેરોજના વ્યાજ પર વિક્કીભાઈએ રકમ મેળવી હતી. તેનું વ્યાજ ચૂકવ્યા પછી પણ વધુ વ્યાજની માગણી કરી લાલાએ બીઓબીની રણજીત રોડ શાખાના વિક્કીભાઈના એકાઉન્ટના બે કોરા ચેક મેળવ્યા હતા. તે ચેક પરત ન આપી અવારનવાર ધમકી આપતા અને માર મારી ગાળો ભાંડતા લાલા દરબાર સામે આખરે વિક્કીભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh