Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થાઈસેના આ કલસ્ટર બોમ્બ ફેંકયો હોવાનો આરોપઃ મધ્યસ્થીનો પ્રસ્તાવ ફગાવ્યોઃ ૨૩ હજાર લોકોનુ સ્થળાંતર
નવી દિલ્હી તા. ૨૮: થાઈલેન્ડ-કંબોડિયાએ એકબીજા પર તોપના ગોળાથી હુમલો કર્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૫ના મૃત્યુ થયા છે.
કંબોડિયાએ થાઇ સેના પર કલસ્ટર બોમ્બનો આરોપ મુકયો છે. બે દિવસના ભયંકર યુદ્ધ બાદ કંબોડિયા ઝુકયું છે અને યુએનને યુદ્ધવિરામની અપીલ કરી છે. થાઇલેન્ડે મધ્યસ્થી પ્રસ્તાવ ફગાવ્યો થાઇલેન્ડની સરહદે ભીષણ જંગમાં હજારો લોકોના ઘર તબાહ થયા છે. ૨૩ હજારથી વધુને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
છેલ્લા બે દિવસથી થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૫ લોકોના મોત થયા છે અને હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. દરમિયાન, કંબોડિયાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોઈપણ શરત વિના 'તાત્કાલિક યુદ્ધવિરામ' માટે અપીલ કરી છે.
કંબોડિયાના યુએન રાજદૂત ચેયા કિયોએ કહૃાું, અમે ઇચ્છીએ છીએ કે યુધ્ધ તાત્કાલિક બંધ થાય. ઉપરાંત, આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવો જોઈએ. જોકે, આ પ્રસ્તાવ પર થાઈલેન્ડ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. થાઈલેન્ડે સરહદને અડીને આવેલા તેના આઠ જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો છે. કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયચાઈએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ ખૂબજ ખરાબ થઈ રહી છે. તેમણે કહૃાું કે હવે અથડામણો ફક્ત ગોળીબાર સુધી મર્યાદિત નથી, પરંતુ ભારે શસ્ત્રોનો ઉપયોગ થઈ રહૃાો છે.
થાઈલેન્ડના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ૫૮,૦૦૦ લોકો સરહદ પરના ગામડાઓ છોડીને ભાગી ગયા છે.
કંબોડિયાએ કહૃાું કે ૨૩,૦૦૦ થી વધુ લોકો સુરક્ષિત વિસ્તારોમાં ખસેડાયા છે. શાળાઓ બંધ છે, મંદિરો પાસે વિસ્ફોટ થઈ રહૃાા છે અને ગ્રામજનો પોતાના ખેતરો છોડીને પ્લાસ્ટિકના તંબુઓમાં રહી રહૃાા છે.
થાઈલેન્ડે પહેલીવાર યુએસ એફ-૧૬ ફાઇટર જેટ સાથે સક્રિય લડાઇ મિશનમાં તેના સ્થાનિક ડ્રોન તૈનાત કર્યા છે. નાના ડ્રોન એમ૪૭૨ મોર્ટાર બોમ્બથી સજ્જ મોકલવામાં આવી રહૃાા છે, જે સીધા કંબોડિયન શસ્ત્રોના ડેપો, તોપખાના કેમ્પ અને રોકેટ લોન્ચિંગ સિસ્ટમને નિશાન બનાવી રહૃાા છે, જેના કારણે ગંભીર નુકસાન થયું છે.
સેનાના જણાવ્યા અનુસાર, સોવિયેત નિર્મિત આરએમ-૭૦ ગ્રેડ રોકેટ સિસ્ટમ પણ એક હુમલામાં નાશ પામી હતી, જે કંબોડિયાની આક્રમક ક્ષમતા માટે મોટો ફટકો હતો.
લગભગ સો વર્ષ પહેલા ફ્રેન્ચ વસાહતી સમયગાળા દરમિયાન બંને દેશોની સરહદો નક્કી કરવામાં આવી હતી. ત્યારથી, સરહદ વિવાદો અને ખાસ કરીને ખમેર-હિન્દુ મંદિરને લઈને બંને દેશો વચ્ચે ઘણી લોહિયાળ અથડામણો થઈ છે. મે મહિનામાં એક કંબોડિયન સૈનિકનું અથડામણમાં મોત થતાં તાજેતરનો તણાવ વધ્યો હતો. ત્યારથી, બંને દેશો વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.
થાઇલેન્ડે કંબોડિયા પર રોકેટ હુમલાઓ દ્વારા નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે અને સરહદ પરના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા છે. કંબોડિયાએ થાઇ સેના પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે, જે વિશ્વના ઘણાં ભાગોમાં નાગરિકોને નિશાન બનાવવા માટે પ્રતિબંધિત છે. થાઇલેન્ડે આનો કોઈ જવાબ આપ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial