Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨૦ હજારનો દંડ ભરવા આરોપીને આદેશઃ
જામનગર તા. ૧૧: કાલાવડ પંથકમાં ત્રણ વર્ષ પહેલાં માનસિક તેમજ શારીરિક અસક્ષમ મહિલા પર પાશવી દુષ્કર્મ ગુજારનાર એક શખ્સને અદાલતે ૧૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ।.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
કાલાવડ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની માનસિક તથા શારીરિક રીતે અસક્ષમ તેમજ હાલીચાલી પણ ન શકતી મહિલા પર વર્ષ ૨૦૨૩માં રાજેશ વલ્લભભાઈ રાઠોડ નામના નરાધમે પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. હેવાન બની ગયેલા આ શખ્સે તે મહિલાના મકાનનો ડેલો ટપી અંદર ઘૂસ્યા પછી મધ્યરાત્રિએ દુષ્કર્મ કર્યું હતું.
આ બાબતની મહિલાના પિતાએ જે તે વખતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી પોલીસે પુરાવાઓ એકઠા કર્યા પછી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા આ શખ્સને ફરિયાદી તથા એક અન્ય સાક્ષીએ ઓળખી બતાવ્યો હતો. બનાવની રાત્રે ભોગ બનનારની બુમ સંભળાતા જાગી ગયેલા ફરિયાદી તથા અન્ય વ્યક્તિ દોડી જતા રાજેશ રાઠોડ ત્યાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેવી જુબાની આપવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી રાજેશ વલ્લભ રાઠોડને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૭૬ (ર) (એલ)ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદ, રૂ।.૧પ હજારનો દંડ અને આઈપીસી ૪૫૦ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી મુકેશ જાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial