Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ એક શખ્સ ઝબ્બે

રૂ।.૧ લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર સિદ્ધાર્થનગરમાં ગયા સપ્તાહે એક આસામીના મકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. એલસીબીએ બાતમીના આધારે એક શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી રૂ।.૧ લાખ ઉપરાંતના ચોરાઉ દાગીના કાઢી આપ્યા છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ બગડા નામના આસામીના બંધ મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેની તપાસ સિટી સી ડિવિઝન દ્વારા કરાઈ રહી હતી. જેમાં એલસીબીના કિશોર પરમાર, ભરત ડાંગર, અરજણભાઈને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો એક શખ્સ ખુલ્લા ફાટક નજીક બાવરીવાસ પાસે આવ્યો છે.

તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયા સહિતની ટીમ ત્યાં ધસી ગઈ હતી. આ સ્થળેથી સન્ની જેસીંગભાઈ કોળી નામના બાવરી શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી રૂ।.૯૨ હજારના સોનાના દાગીના અને રૂ।.સાડા આઠ હજારના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે. આરોપીનો કબજો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh