Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ગુન્હામાં સંડોવાયા પછી નાસતા ફરતા ચોટીલાના શખ્સની અટકાયત

જામનગરના એસટી ડેપોમાંથી પકડાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયેલા ચોટીલાના શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે જામનગરના એસટી ડેપો પાસેથી પકડી પાડ્યો છે.

જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મફતીયાપરામાં વસવાટ કરતા જયપાલ જગુભાઈ ગોવારીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.

ત્યારપછી આ આરોપી પોલીસને હાથતાળી આપતો હતો. તે દરમિયાન ઉપરોક્ત શખ્સ જામનગરમાં એસટી ડેપો વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ દોડી ગઈ હતી. ત્યાંથી જયપાલ જગુભાઈ મળી આવતા તેની અટકાયત કરી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપી આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh