Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં બઢતીથી નિમાયેલા તાલુકા વિકાસ અધિકારીઓ સહિત બદલીના થયા આદેશો

કેટલાક ટીડીઓની બદલી કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય-ગાંધીનગર દ્વારા અમુક તાલુકા વિકાસ અધિકારીની બદલીના આદેશો કરવામાં આવ્યા છે. સાથે અમુકને બઢતી પણ આપવામાં આવી છે.

બઢતી સાથે બદલી પામનારાઓમાં જામનગરની વિસ્તરણ અધિકારી સાગર, જે. કેરાળિયાને તાલુકા વિકાસ અધિકારી તરીકે ધ્રોળમાં, દ્વારકાથી નાયબ તાલુકા વિકાસ અધિકારી નિલેષકુમાર બી. ચાવડાને જામનગર તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી (સહકાર-જિ.પંચા), પ્રવિણસિંહ બી. ચાવડાને તાલુકા વિકાસ અધિકારી-પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ તા.વિ. અધિક. મુકેશભાઈ એન. ઉપાધ્યાયને તા.વિ.અ. જૂનાગઢ, નાયબ ચીટનીસ (જિ.પંચા) માંથી રાજેશભાઈ એમ. ટીલાવતને તા.વિ.અધિ.-વેરાવળ, નાયબ ચીટનીસ (જિ.પંચા.જામનગર) થી રાજેશભાઈ કે. જોષીના ગોંડલમાં તા.વિ.અધિ., જ્યારે હાલારમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે અન્ય જિલ્લામાંથી બઢતી સાથે બદલીથી મૂકવામાં આવ્યા છે. જેમાં અમરેલીથી એસ.એમ. પટેલને જામજોધપુર, જૂનાગઢથી પ્રવિણાબેન એચ. પીડીયાને ભાણવડમાં, આણંદથી પ્રદીપસિંહ જે. ચૌહાણને જોડિયા, મોરબીથી રાજેશકુમાર આર. પટેલને કાલાવડમાં મૂકવામાં   આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh