Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને "સ્ટેટ ઓફ હોર્મુઝ" ખુલ્લું મુકયાના આપ્યા સંકેત: ભારતને રાહત

અમેરિકા-ઈઝરાયલ, યુરોપ અને તેના સમર્થકો સિવાયના દેશો માટે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: યુદ્ધ વચ્ચે ઈરાનને મોટું એલાન કર્યું છે. અમેરિકા-ઈઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરતા ભારતને રાહત થશે, જો કે અમેરિકા, ઈઝરાયલ સમર્થક દેશોના જહાજોને ફૂંકી મારવાનો આદેશ પણ અપાયો છે.

મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા તાજેતરમાં કરાયેલું એલાન ભારત માટે સૌથી મોટી અને રાહતના સમાચાર માની શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને નવો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં ભારતને મોટી છૂટ મળવાના સંકેત દેખાય રહ્યાછે.

ઈરાની સેનાના સત્તાવાર નિવેદન મુજબ આ દરિયાઈ રસ્તો માત્ર અમેરિકા-ઈઝરાયલ અને તેમના સહયોગી દેશો માટે જ બંધ કરવામાં આવ્યો છે.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સએ ગઈકાલે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર જે પ્રતિબંધ મૂક્યો છે તે માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેમના સહયોગીઓ માટે જ છે. ઈરાની સરકારી બ્રોડક્રાસ્ટરના જણાવ્યા અનુસાર, જોઆ દેશોના જહાજો અહીં જોવા મળશે તો તેમને નિશ્ચિતપણે નિશાન બનાવવામાં આવશે.

ભારત માટે આ સમાચાર કોઈ વરદાનથી ઓછા નથી, કારણ કે ભારત દરરોજ આશરે ર૬ લાખ બેરલ કાચું ઓઈલ આ રસ્તેથી મંગાવે છે. ભારતની કુલ જરૂરિયાતનાપ૦ થી પપ ટકા ક્રૂડ ઓઈલ અને એલએનજી આ જ સાંકડી સમુદ્રધૂનીમાંથી પસાર થાય છે. ભારત ઓઈલ માટે ૮પ ટકાથી વધુ આયાત પર નિર્ભર છે, જેમાંથી મોટાભાગનું ખાડી દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ થઈને આવે છે.

જો આ રસ્તો ભારત માટે બંધ થયો હોત, તો આગામી ૧૦-૧પ દિવસમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની ભારે અછત સર્જાઈ શકે તેમ હતી. અમેરિકા અને ઈઝરાયલના હુમલા પછી જ્યારે આ રસ્તો બંધ થયો ત્યારે વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતાં, પરંતુ ઈરાનના આ નવા વલણથી ભારતના એનર્જી સેક્ટરને મોટી રાહત મળશે.

ઈરાને દાવો કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય ઠરાવો મુજબ યુદ્ધના સમયે તેને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણનો અધિકાર છે, જો કે ઈરાને હજુ સુધી ભારતના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ પ્રતિબંધિત દેશોની આ સમર્થક યાદીમાં ભારતનું નામ ન હોવું એ નવી દિલ્હી માટે વ્યૂહાત્મક જીત સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh