Advertisement
Author: નોબત સમાચાર

નવી બનતી ઈમારતમાં પાણી છાંટતી વેળા પટકાઈ પડેલા ચોકીદારનું ગંભીર ઈજાથી મોત

લાલપુર બાયપાસ પાસે નવી ઈમારતમાં દુર્ઘટનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના લાલપુર બાયપાસ પાસે નવી બનતી એક ઈમારતમાં ગઈકાલે ત્યાંના ચોકીદાર પાણી છાંટતા હતા ત્યારે નળી ખેંચતી વખતે પ્રથમ માળેથી પટકાયા હતા. તેઓનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી સપના હોટલ પાછળ નવી બનતી શિવા-૨૬ નામની ઈમારતની કન્સ્ટ્રક્શન સાઈટ પર ગઈકાલે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની કારાભાઈ આલાભાઈ સાદીયા નામના અડતાલીસ વર્ષના યુવાન પોતાની ચોકીદાર તરીકેની ફરજ પર હતા.

આ વેળાએ કારાભાઈ તે ઈમારતના પહેલા માળે નવા બાંધકામ પર પાણી છાંટતા હતા ત્યારે નળી ખેંચતી વખતે તેઓએ બેલેન્સ ગૂમાવતા પ્રથમ માળેથી કારાભાઈ જમીન પર પટકાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા કારાભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી કારાભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. નિલેશભાઈ કારાભાઈ સાદીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh