Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મફત નાસ્તાના મામલે થયેલી હત્યાના એક આરોપીની જામીન અરજી રદ્દ

પાંચેક વર્ષ પહેલાં કરવામાં આવી હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં મફત નાસ્તો કરવાની બાબતે બોલાચાલી પછી પાંચેક વર્ષ પહેલાં એક પ્રૌઢની હત્યા થઈ હતી. તે ગુન્હામાં મહિલા સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાના એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના મહેબુબ અલારખા જેડા, ઈસ્માઈલ અલારખા તથા તેમના બહેન નસીમબેન, બનેવી જાનમામદ વગેરે લોકો ગઈ તા.રપ-૧ર-૧૯ની રાત્રે પોતાના ઘરના ફળીયામાં તાપણું કરીને બેઠા હતા ત્યારે હનીફ ઈલિયાસ જેડા, ઈસ્માઈલ ઈલિયાસ, આમદ ઈલિયાસ જીલાણી ઉર્ફે ભૂરો, સરીફાબેન નામના વ્યક્તિઓ તલવાર, છરી, કુહાડી સાથે આવ્યા હતા.

આ વ્યક્તિઓએ મહેબુબ અલારખા પર હુમલો કરી માર મારતા ગંભીર ઈજા પામેલા મહેબુબનું મૃત્યુ નિપજ્યું હતું. ઈલિયાસનો છોકરો રીયાઝ દાબેલી વેચતો હતો ત્યાં હનીફ તેના માણસો નાસ્તો કરી પૈસા આપતા ન હતા તેની માથાકૂટમાં મહેબુબની હત્યા થઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

આ ગુન્હાના આરોપી ઈસ્માઈલ ઈલિયાસ જેઠાએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh