Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન યુદ્ધના મુદ્ે રાજ્યસભામાં હોબાળોઃ ચર્ચાની માંગણી સાથે વિપક્ષનું વોકઆઉટઃ સુત્રોચ્ચાર

લાખો ભારતીયોની સુરક્ષા માટે ભારત સરકાર કટિબદ્ધઃ એસ. જયશંકર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: ઈરાન યુદ્ધ અંગે રાજ્યસભામાં હોબાળો થયો છે અને વિપક્ષના વોકઆઉટ વચ્ચે વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે, ભારત શાંતિના પક્ષમાં છે. ગલ્ફમાં રહેતા ભારતીયોને જાન્યુઆરીમાં જ એલર્ટ કર્યા હતા તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મિડલ ઈસ્ટ યુદ્ધની ભારત પર અસર થઈ છે.

પશ્ચિમ એશિયામાં સંકટ પર સરકાર રાજ્યસભામાં નિવેદન આપી રહૃાા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહૃાું, *૨૮ ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહૃાો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જોઈએ અને તણાવ ઓછો થવો જોઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહૃાા હતા.

જયશંકરે કહૃાું કે મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઘણી એડવાઈઝરી જારી કરી છે. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે. અમે આ વિસ્તારોમાં રહેતા ભારતીય સમુદાયના તમામ સભ્યોને મદદ કરવા તૈયાર છીએ. ગલ્ફ દેશોમાં તમામ દૂતાવાસ એક્ટિવ છે.

જયશંકરે કહ્યું કે, અમારા રાજદ્વારીઓ તેહરાન, યુએઈ, દુબઈ અને બહેરીનથી ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહૃાા છે. અમે ભારતીયોને પાછા લાવવા માટે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી છે. ૬૭,૦૦૦ ભારતીયો પહેલાથી જ પાછા ફર્યા છે. ગલ્ફ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહૃાા છે.

વદેશમંત્રીએ કહ્યું કે, પીએમ મોદીએ યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન, ઓમાન અને ઇઝરાયલના પીએમ સાથે વાત કરી છે. હું આ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ નિયમિત સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માધ્યમો દ્વારા પણ વાતચીત કરી રહૃાા છીએ. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહૃાા છીએ. સરકાર ઊર્જા ક્ષેત્રની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. અમે ક્રુડ ઓઈલ-ગેસના ભાવ પર નજર રાખી રહૃાા છીએ.

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું કે મિડલ ઈસ્ટ યુદ્ધની ભારત પર અસર થઈ છે. ઊર્જા સંકટ પર શોર્ટ ડિબેટ થવી જોઈએ.

ભાજપના સાંસદ જેપી નડ્ડાએ વિપક્ષની ટીકા કરતા કહૃાું કે તેમનું વર્તન અત્યંત બેજવાબદાર છે. તેઓ અરાજકતા ફેલાવવા માંગે છે. તેઓ ક્યારેય કોઈ પણ બાબતની ચર્ચા કરવા માંગતા નથી.

બીજી તરફ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થયો. લોકસભાની કાર્યવાહી ફક્ત પાંચ મિનિટ ચાલી, જે દરમિયાન મૃતક સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ ગૃહને બપોર સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

ઉલ્લ્ેખનિય છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના વિપક્ષના પ્રસ્તાવ પર પણ આજે ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ સહિત વિપક્ષના ૧૧૮ સાંસદોએ ૧૦ ફેબ્રુઆરીના લોકસભા સચિવાલયને હસ્તાક્ષરિત નોટિસ સુપરત કરી હતી. આરોપ લગાવ્યો હતો કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં નિષ્પક્ષતા દાખવી રહ્યા નથી અને વિપક્ષને પૂરતી તક આપી રહ્યા નથી.

વિદેશમંત્રીની સ્પીચના મુખ્ય મુદ

પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ચિંતાજનક છે.

અનેક ખાડી દેશો પર હુમલો થયો છે.

ભારત તમામ પક્ષોને શાંતિ માટે અપીલ કરે છે.

પશ્ચિમ એશિયામાં ૧ કરોડ ભારતીયો રહે છે.

યુદ્ધે સપ્લાય ચેઈન ખોરવી નાખી છે.

પાડોશી તરીકે, ભારત પરિસ્થિતિ અંગે ચિંતિત છે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh