Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંકના સિક્યુરિટી ગાર્ડે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૮: લાલપુર તાલુકાના મેમાણા ગામમાં આવેલા ત્રણ મકાનમાં ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. એક બેંકમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણેય મકાનમાંથી ચાર તોલાથી વધુના સોનાના દાગીના, દોઢસો ગ્રામ ચાંદી, રૂા.૭૦ હજાર રોકડા ગયા છે.
લાલપુર તાલુકાના મેમાણા ગામમાં વસવાટ કરતા અને એસબીઆઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ તખુભા જાડેજા નામના પ્રૌઢ પોતાના પરિવાર સાથે ગયા ગુરૂવારે બહારગામ ગયા પછી તેમના શુક્રવારની સવાર સુધી બંધ મકાનમાં ચોરી થઈ ગઈ છે.
તે મકાનમાં રસોડાની બારીની ઝાળી તોડી નાખી અંદર ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ કબાટના દરવાજાનો લોક તોડી અંદર રહેલી તિજોરી પણ તોડી નાખી હતી અને તેમાંથી રૂા.૩૫ હજાર રોકડા તેમજ ચાર તોલાના સોનાના દાગીના ઉઠાવી લીધા હતા.
તે મકાનમાં હાથફેરો કરવામાં આવ્યો છે. તેમજ બાજુમાં આવેલા સુખદેવસિંહ હરૂભા જાડેજાના મકાનમાંથી રૂા.૩૫ હજાર રોકડા ચોરાઈ ગયા છે અને બીજા પાડોશી પુષ્પરાજસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં એક કબાટના ખાનામાંથી ચાંદીના છ સિક્કા, ચાંદીની માળા, ચાંદીની હેરપીન, નાળિયેર, સાંકળા, બે સોપારી, કડીયુ મળી દોઢસો ગ્રામ વજનનું ચાંદી અને ત્રણ ગ્રામની સોનાની વીટી ચોરાઈ ગઈ છે.
કુલ ચાર તોલાથી વધુ વજનના સોનાના દાગીના, દોઢસો ગ્રામ ચાંદી તથા રૂા.૭૦ હજારની રોકડ મળી કુલ રૂા.૧,૬૬,૦૦૦ની મત્તાની ત્રણ મકાનમાંથી ચોરી થયાની લાલપુર પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial