Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૬-૫૬ સુર્યાસ્તઃ ૬-૦૫
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૬ :
તા. ૧૦-૧૧-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,
મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ સાધ્ય, કરણઃ ગર
તા. ૧૦ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્ય બાબતે સાવધાની રાખવી પડે. જુની બીમારી કે વારસાગત બીમારીમાં આપે સમયાંતરે ડોક્ટરની સલાહ જરૂર લેવી. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના રૂકાવટ-વિલંબમાં પડેલ કામોનો ઉકેલ આવવાથી રાહત થાય. ભાગીદારીમાં મનદુઃખ કે ગેરસમજથી સાચવવું. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
બાળકની રાશિઃ મિથુન ૧૩:૦૪ સુધી પછી કર્ક
કુંભ સહિત ત્રણ રાશિના જાતકોને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે, કામ અંગે દોડધામ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. હર્ષ-લાભ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે રૂકાવટ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૩
Cancer (કર્ક: ડ-હ)
આપની ગણતરી-ધારણા પ્રમાણે કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે કૌટુંબીક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૬
Libra (તુલા: ર-ત)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૩-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી શકો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫
સુર્યોદય : ૬-૫૫ સુર્યાસ્ત : ૬-૦૬
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૫:
તા. ૦૯-૧૧-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધઃ ૫૧૨૭, પારસી રોજઃ ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ આર્દ્રા,
યોગઃ સિદ્ધ, કરણઃ કૌલવ
તા. ૦૯ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે આપને શાંતિ-રાહત થતી જણાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. યાત્રા-પ્રવાસનું આયોજન શકય બની શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. કુટુંબ-પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે સિઝનલ-વાયરલ બીમારીઓથી આપે સાવધાની રાખવી પડે.
બાળકની રાશિઃ મિથુન
સિંહ સહિત બે રાશિના જાતકોએ તબિયત સાચવવી, આકસ્મિક ઘરાકીથી લાભ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપ હરો-ફરો કામ કરો પરંતુ આપના હૃદય-મનનેે શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપની બુદ્ધિ-અનુભવ મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મિઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે બીજું કામ તથા અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામમાં અન્યનો સાથ મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહારગામ જવાનું બને. સહકાર્યવર્ગ, નોકર-ચાકરનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૮
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-વિલંબ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થતી જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
સુર્યોદય : ૬-૫૫ સુર્યાસ્ત : ૬-૦૬
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૦૩ :
તા. ૦૮-૧૧-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ શિવ, કરણઃ બવ
તા. ૦૮ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સુખાકારી મધ્યમ રહે. આકસ્મિક કોઈને કોઈ ખર્ચ-ખરીદી આવ્યા કરે. વ્યાવસાયિક ક્ષેત્રે આપે હરિફવર્ગથી સાવધાન રહીને આપનું કામકાજ કરતા રહેવું. નાણાકીય જોખમ વધારવું નહીં. કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ વૃષભ ૧૧:૧૪ સુધી પછી મિથુન
મીન રાશિ સહીત બે રાશિના જાતકો કામમાં વ્યસ્ત રહે, મહત્વનું કામ પૂર્ણ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ આવી જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કોર્ટ-કચેરીના, રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં પ્રતિકુળતા જણાય. ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૩
Cancer (કર્ક: ડ-હ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯
Leo (સિંહ: મ-ટ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. મુલાકાત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૧
Libra (તુલા: ર-ત)
આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કારનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસો થવાથી આપની મુશ્કેલી વધે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થાય. રાજકિય-સરકારી કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની જેવું લાગે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૨
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાનના કામમાં સાનુકૂળતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
સુર્યોદયઃ ૦૬-૫૫ સુર્યાસ્તઃ ૬-૦૬
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૦૨ :
તા. ૦૭-૧૧-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,
મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ રોહિણી,
યોગઃ પરિઘ, કરણઃ વણિજ
તા. ૦૭ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. દેશ-પરદેશના કામ થઈ શકે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. કૌટુંબિક-પારિવારિક બાબતે સંતાનના પ્રશ્ને આપને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય. વિદ્યાર્થીવર્ગને વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. ધાર્મિક-માંગલિક પ્રસંગો બની શકે.
બાળકની રાશિઃ વૃષભ
સિંહ રાશિ સહિત ત્રણ રાશિને આર્થિક તકલીફ રહે, કામમાં વ્યસ્તતા રહે, તબિયત સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યાવહારિક કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
નોકરી ધંધાના કામ અંગે બહારગામ જવાનું થાય. સહકાર્યવર્ગ, નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન વાહનના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યમાં સરળતા મળી રહેતા દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં ઘરાકીથી લાભ-ફાયદો થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૮-૫
Leo (સિંહ: મ-ટ)
આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ અનુભવાય. કામકાજમાં પ્રતિકૂળતા રહેવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા અનુભવાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક કામકાજ રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં, ભાઈ ભાંડુના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામ કરી લેવું. જમીન-મકાન-વાહનના કામનો ઉકેલ આવવાથી રાહત થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં અંગત સ્નેહીનો સાથ-સહકાર મળતા રાહત થાય. રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો ભરાવો કરવો નહીં. તબીયતની કાળજી રાખવી પડે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરદેશના કામ અંંગે મિલન-મુલાકાત થઈ શકે છે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૬
વૃશ્ચિક રાશિ સહીત ત્રણ રાશિને આવનારું સપ્તાહ ખર્ચાળભર્યું રહે, સ્વાસ્થ્ય સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના જૂના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થતી જણાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. વિદ્યાર્થી વર્ગને નવી રાહ, નવી દિશા પ્રાપ્ત થાય. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. શત્રુ-વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા.૩થી ૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૭થી ૯ સાનુકૂળ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાવચેત રહેવું. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. તા.૩થી ૬ લાભદાયી, તા.૭થી ૯ વિવાદથી દૂર રહેવું.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત-જમીન, મકાન અંગેના વિવાદનો સુખદ અંત આવે. નાણાકીય સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણા ખર્ચવા આકર્ષાશો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા.૩થી ૬ ખ ર્ચાળ, તા.૭થી ૯ આનંદાદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા, રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય, જેથી આપ સફળતા તથા ઉન્નતિના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે. જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બને. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય નબળો પુરવાર થાય. યાત્રા-પ્રવાસ આનંદાદાયી પરંતુ ખર્ચાળ પુરવાર થાય. મિત્રથી લાભ થાય. તા.૩થી ૬ પ્રગતિકારક, તા. ૭થી ૯ પ્રવાસ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે નવીન કાર્ય કરાવનાર સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવીન અને મહત્ત્વની કામગીરી સંભાળી શકો. આવક વૃદ્ધિના માર્ગાે ખુલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાડું સાથે તકરાર મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે સંભાળવું. આહાર-વિહારમાં કાળજી રાખવી હિતાવહ બની રહે. તા.૩થી ૬ સારી, તા.૭થી ૯ કાર્યબોજ ઘટે.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબુત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પુરવાર થા. નોકરી-ધંધામાં આપની વૃદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબુ રાખવો. વ્યાપારી વર્ગ માટે સારી યોજના કે કાર્યનો અમલ કરવા માટે સમય શુભ જણાય. છે. તા.૩થી ૬ સારી, તા.૭થી ૯ મિલન-મુલાકાત.
Libra (તુલા: ર-ત)
તમારા માટે ભાવનાત્મક સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહીજનો, પરિવારજનો સાથે સુખરૂપ સ મય વિતાવી શકશો. અંગત સંબંધો વધુ ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વીટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકશો. સામાજિક- જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે સમય નબળો પુરવાર થાય. તા. ૩થી ૬ નાણાભીડ, તા.૭થી ૯ મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. તા.૩થી ૬ શુભ, તા.૭થી ૯ ખર્ચાળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. જો કે, તેનું મહેનતનું મીઠું ફળ પણ રાખી શકશો. વ્યાપાર- ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલવર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. તા. ૩થી ૬ કાર્યબોજ, તા. ૭થી ૯ મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ ત્રસ્ત બનતી જણાય. ઘર-પરિવારમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવે. ધાર્યાે લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબુત બને. સા માજિક જીવનમાં િ મલન-મુલાકાતના પ્રસંગો બને. કોઈ વગદાર વ્યક્તિ સાથેની મુલાકાત લાભકર્તા સાબિત થાય. તા. ૩થી ૬ લાભદાયી, તા.૭થી ૯ વિવાદ ટાળવા.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી કાર્યક્ષેત્રે આગળ વધશો. વ્યવસાયિક ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બને. સાથોસાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહી નફો નહી નુકસાન સમાન બને. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવી જરૂરી બને. તા. ૩થી ૬ કાર્યબોજ, તા. ૭થી ૯ ખર્ચાળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા ખર્ચને કારણે આપની આર્થિક સ્થિતિ હાલક-ડોલક બને. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. કૌટુંબિક સમસ્યા હશે તો નિરાકરણ લાવી શકશો. સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. સા માજિક જીવનમાં શત્રુ-વિરોધીઓ આપને નુકસાન પહોંચાડવામાં સક્રિય બને, જ મીન-મકાન, રહેઠાણને લગતા પ્રશ્નોનો હલ આવે. તા. ૩થી ૬ નાણાભીડ, તા. ૭ થી ૯ પારિવારિક કાર્ય થાય.
સિંહ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી, કામનું ભારણ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય બાબતે આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. આપ આપના વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ પરિવર્નશીલ. તા. ૩૧ થી ર સાનુકૂળ
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ સક્રિય બનતા જણાવ. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમેધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય બજેટ હાલક-ડોલક થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૭ થી ૩૦ પારિવારિક કાર્ય થાય. તા. ૩૧ થી ર સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. શત્રુ વિરોધીઓથી સાવચેતી રાખવી. તા. ર૭ થી ૩૦ ઠીકઠાક. તા. ૩૧ થી ર સફળતાદાયક.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવી રીઝતા જણાય. ભૂતકાળમાં આપે કરેલ મહેનત અને પરિશ્રમનું ફળ આપના પ્રાપ્ત થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ, જવાબદારીઓ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહી શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સામાન્ય.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ કથળતી જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૧ થી ર આર્થિક તંગી
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૭ થી ૩૦ કાર્યબોજ વધે. તા. ૩૧ થી ર મધ્યમ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સંભાળ રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. સામજિક-જાહેરજીવન ક્ષેત્રે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ર૭ થી ૩૦ આનંદિત. તા. ૩૧ થી ર લાભદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ર૭ થી ૩૦ સુખદ. તા. ૩૧ થી ર સ્વાસ્થ્ય સાચવવું.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત બનતા જણાવ. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રોનો સાથ-સહકાર રહે. તા. ર૭ થી ૩૦ વ્યસ્તતા રહે. તા. ૩૧ થી ર સામાન્ય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના મહત્ત્વના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા. ર૭ થી ૩૦ આરોગ્ય સુધરે. તા. ૩૧ થી ર સાવધાની રાખવી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્ર-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩૧ થી ર લાભદાયી.