Advertisement
Author: નોબત સમાચાર

કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અલિયાબાડામાં રૂ. ૧૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્તઃ સુવિધા વધશે

અલીયાબાડા- વિજરખી રોડ પર મેજર બ્રિજ, રોડ રિસર્ફેસિંગ તથા રેલવે સ્ટેશન રોડ નવીનીકરણ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: અલિયાબાડા ગામે રૂ.  ૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યુ હતું. હવે અલિયાબાડા- વિજરખી રોડ પર ૫ કરોડના ખર્ચે મેજર બ્રિજ, ૪ કરોડના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ તથા ૧ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવશે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયાબાડા ગામે ૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહૃાા છે. સરકારની સવલતોનો લાભ છેવાડાના માનવી સુધી પહોચી રહૃાો છે. ગામડાઓમાં પણ પાકા રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલિયામાં રોડ તથા મેજરબ્રિજની સુવિધાથી આજુબાજુના ગામના લોકોને પણ ફાયદો થશે. તો રેલવે સ્ટેશન નજીક રોડ બનતા પેસેન્જરોને પણ સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે અને સમય પણ બચશે. લોકોની તમામ જરૂૂરિયાતો સંતોષાય તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર અવિરત કામગીરી કરી રહી છે.

તેમણે ખાતમહૂર્ત કરેલા  કામોમાં ૫ કરોડના ખર્ચે અલિયાબાડા - વિંજરખી રોડ પર ૫ કરોડના ખર્ચે મેજરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ ૯૬ મીટર લંબાઈ અને ૭.૫૦ મીટર પહોળાઈનો તથા આર.સી.સી. સોલીડ સ્લેબ બ્રિજ જે  ૧૨ મીટર લંબાઈના ૮ ગાળાનો હશે.

આ ઉપરાંત ૪ કરોડના ખર્ચે અલિયાબાડા વિજરખી રોડ પર રિસર્ફેસિંગની કામગીરી તેમજ ૧૨૫૦ મીટરની લંબાઈ અને ૬.૧૦ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવામાં આવશે. તથા અલિયા રેલવે સ્ટેશન રોડ પર ૧ કરોડના ખર્ચે ૫.૫ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી તેમજ જરૂરિયાત મુજબ બોક્સ કટિંગ, મેટલકામ, પીપીસીની તથા વેરીકોટિંગની કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત બ્રિજ અને રસ્તાના કામો થકી અલિયા તથા આજુબાજુના ગામના રહેવાસીઓની સુવિધામાં વધારો થશે તથા નવા રસ્તાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં પોષણમાસ અંતર્ગત તેઓના હસ્તે આંગણવાડીના બાળકોને પોષણકીટ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણી કુમારપાળ સિંહ રાણા, સરપંચ અલ્પેશભાઈ મકવાણા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયા, અગ્રણીઓ મનોજભાઈ ચાવડીયા, મગનભાઈ કાસુંદરા, પ્રકાશભાઈ હડીયાણી, જગદીશભાઈ મકવાણા, અધિકારીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh