Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૧૬માં નોંધાયેલા ગુન્હામાં મળ્યા હતા જામીનઃ
જામનગર તા. ૨: જામનગરના હાપા રેલવે સ્ટેશન નજીક વસવાટ કરતા એક શખ્સ સામે દસ વર્ષ પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં અદાલતે જે તે વખતે સધ્ધર જામીન અને જાતમુચરકા રજૂ કર્યે અને શરતોના પાલનની ખાતરી મળ્યે જામીન આપ્યા હતા પરંતુ આ આરોપી અદાલતમાં ઉપસ્થિત રહેતો ન હોવાથી તેની સામે ગુન્હો નોંધાયો છે.
જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસે વસવાટ કરતા હેમત લખુભાઇ ગમારા નામના શખ્સ સામે તાજેતરમાં એક પોલીસ કેસ નોંધાયો હતો આ કેસ ચાલવા પર આવ્યો છે. તે દરમિયાન આ શખ્સ સામે વર્ષ ૨૦૧૬માં નોંધાયેલા એક ગુન્હામાં તેને અદાલતે જામીન આપ્યા હતા.
અદાલતે જે તે વખતે આરોપી દ્વારા રૂ।.૧૦,૦૦૦ના સધ્ધર જામીન તથા તેટલી જ રકમના જાતમુચરકા પર જામીન પર મુક્ત કર્યો હતો. આ કેસની મુદતમાં હેમત લખુભાઇ ગમારા કોર્ટમાં ગેરહાજર રહેતો હોવાથી તેની સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર જી.કે. જાડેજાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial