Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં સોમવારે રાજ્યભરના આંગણવાડી મહિલા કાર્યકરોનું આંદોલન

સત્યાગ્રહ છાવણીમાં રેલીઓ-જાહેરસભા નારીશક્તિનો પરિચય

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: ગુજરાત રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ દ્વારા ગત જુલાઈ માસમાં તેમના પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્યના મજદુર સંઘની કાર્ય સમિતિમાં કરેલ નિર્ણય મુજબ ૪-૮-૨૫ના સોમવારે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાંથી આંગણવાડી કાર્યકરો ગાંધીનગર ઉમટશે તથા સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં તા. ૪-૮-૨૫ના સોમવારે બપોરે ૧૨ થી ૪ રેલી તથા જાહેરસભા કરીને નારીશક્તિનો આક્રોશ તેમને પરિચય કરાવશે.

રાજ્યમાં આંગણવાડીના કર્મચારીઓમાં આંગણવાડીના મહિલા કાર્યકરો તથા તેડાગર બહેનોને પ્રશ્નો હોય આ બાબતે રાજ્ય સરકાર તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને રજૂઆતો કરવા છતાં ઉકેલ ના આવતા આ નિર્ણય થયો છે.

પડતર પ્રશ્નોમાં આંગણવાડીના બહેનોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્તિ આપવા, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ કરવું, ઉંમરના બાધ વગર આંગણવાડીની બહેનોને બઢતી આપવી, વર્કર હેલ્પરની જગ્યાઓ તાકીદે ભરવી, એફ.આર.એલ.માં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી તથા આંગણવાડીના કાર્ય માટે સ્માર્ટફોન પુરા પાડવાના મુદ્દાની માંગ કરવામાં આવી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ગાંધીનગરમાં આંદોલનના કાર્યક્રમમાં જોડાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh