ચિરવિદાય

નોબતના પત્રકાર ચંદુભાઈ બારાઈના ભત્રીજાનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ

દ્વારકાના રઘુવંશી બારાઈ પરિવારના સ્વ. જેન્તિલાલ મથુરાદાસ બારાઈના ૩૧ વર્ષના પુત્ર સુમિત બારાઈનું તા. ૨૧ના સાંજે હૃદયરોગનો હુમલો આવતાં દુઃખદ અવસાન થયું છે. તે મનસુખભાઈ બારાઈ, નોબતના પત્રકાર ચંદુભાઈ બારાઈ તથા સ્વ. રમેશભાઈ બારાઈના ભત્રીજા, પૂજાબેન સોમૈયા, કોમલબેન મદલાણી, ધરાબેન મદલાણી, કાજલબેન અસવારના ભાઈ થાય. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૫ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ગોકુલ ભુવન, દ્વારકામાં રાખવામાં આવી છે.

જામનગરઃ ચ.મ.ક. મોઢ બ્રાહ્મણ પ્રતિક દવે (ઉ.વ.૩૨) તે સ્વ. ધર્મેન્દ્રભાઈ આર.દવે તથા જ્યોતિબેનના પુત્ર, ભાવેશભાઈના ભાઈ, સ્વ. ઉર્મિલાબેન એસ.પંડયા, સંધ્યાબેન આર.દવે, નરેન્દ્ર અમૃતલાલ ત્રિવેદી, સ્વ. મહેશ એ.ત્રિવેદીના ભાણેજનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું પિયરપક્ષનું બેસણું તા. ૨૨ ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કંચનવાડી, પટેલ કોલોની શેરી નં.૯ના છેડે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ શાંતિલાલ વી. ભોગાયતા (મૂળ માતેલા)તે બાબુલાલ (ભાટીયાવાળા), ગીરજાશંકરના ભાઈ, મયુરભાઈ, રણજીતભાઈના પિતા, ચિંતન, મયુરભાઈ, ઉત્સવ, રણજીતના દાદાનું તા. ૨૨ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨ના સાંજે ૪ થી ૫ દરમ્યાન કૃષ્ણ મેેરેજ હોલ,(એમ્યુઝમેન્ટ પાર્ક ચોકડીથી આવાસ રોડ),મેહુલનગર, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ ખીરસરા) દેવશી આણંદ હરિયાના પુત્ર શાંતિલાલ દેવશી હરિયા (મે.શાહ શાંતિલાલ દેવશી વારા) (ઉ.વ.૯૧) તા. ૧૯ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧ના સવારે ૧૦ થી ૧૧:૩૦ દરમ્યાન કુંવરબાઈ જૈન ધર્મશાળા, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ પુષ્પાબેન વિનયચંદ્ર (બહાદુરભાઈ) કોઠારી, તે મુકેશભાઈ, નીતાબેનના ભાભી, અતુલભાઈ, સુનિલભાઈ, નીશ્માબેન, કવિતાબેનના માતાા, મીનલ, અનીશા, સ્વ. ચેતનભાઈના સાસુ, રાકેશભાઈ, મેઘાબેન, પૂર્વાંગભાઈના મોટા મમ્મી, અદિત, ખુશી, દિયાના દાદી, શ્રેયસ, જીતના નાની, લધુભાઈ માણેકચંદ શેઠ(ભાણવડવાળા)ના પુત્રીનું તા. ૧૯ના અવસાન થયું છે.

close
Ank Bandh