Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં જુગારના ૧૮ સ્થળે પોલીસના દરોડા

રૂ.સવા ચાર લાખની કિંમતના મુદ્દામાલ સાથે ૧૧૧ સ્ત્રી-પુરૂષ ઝડપાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરમાં શ્રાવણ માસ પૂર્ણ થયો છે પરંતુ શ્રાવણીયા જુગારની મહેફિલ હજુ પણ યથાવત જામી રહી હોય તેમ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જુગાર અંગે પોલીસે ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને રૂ.૪,૨૭,૭૩૦ની કિંમતના મુદ્દામાલ સાથે ૧૧૧ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જોડીયા શહેરમાં ગીતામંદિર પાસે એક મકાન નજીક શનિવારે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા વિનોદભાઈ પરસોતમભાઈ સોલંકી, મેહુલભાઈ નરસિંહભાઈ દેવીપુજક, સાગરભાઇ અવસરભાઈ  હળવદિયા,આશાબેન શૈલેષભાઈ હળવદિયા નામના ચાર વ્યક્તિને પોલીસે પકડી પાડી પટમાંથી રૂપિયા ૭૭૨૦ રોકડા કબ્જે કર્યા છે.

જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં શનિવારે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પીઠ જી ભાયાભાઈ વસરા,દેવેન ભનુભાઈ રાઠોડ, પરેશ ડાહ્યાભાઈ ઝીંઝુવાડીયા, અશ્વિન અરજણભાઈ સીટ, અમિત મૂળજીભાઈ મકવાણા, દિનેશભાઈ ખાખાભાઈ વિંઝુડા, જ્યોતિબેન ધરમશીભાઈ ઝિંઝુવાડીયા નામના સાત વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પટમાંથી પોલીસે રૂપિયા ૧૦૭૦૦ રોકડા કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં શનિવારે બપોરે તીનપત્તી રમતા ક્રીપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હિતુભા જટુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા,કિશોરસિંહ મંગળુભા જાડેજા,અગરસંગ લાલુભા જાડેજા, અકબર ઓસમાણભાઈ નોતિયાર , હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના આઠ વ્યક્તિને પોલીસે પટમાંથી રૂપિયા ૨૨૮૫૦ રોકડા સાથે પકડી  લીધા છે.

કાલાવડ શહેરમાં આવેલા જીવાપર રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે શનિવારે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા જયેશ કરસનભાઈ ચારોલીયા, સાગર મનસુખભાઈ મકવાણા, સુનિલ મનોજભાઈ સોલંકી નામના ત્રણને પકડી પોલીસે પટમાંથી રૂપિયા ૧૦૨૦૦ રોકડા ઝબ્બે લીધા છે.

ધ્રોળ તાલુકાના રાજપર ગામમાં શનિવારે સાંજે રોન પોલીસ રમતા સહદેવ સિંહ સુરુભા જાડેજા અશોકસિંહ લગધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સુરુભા જાડેજા, શક્તિસિંહ લગધીરસિંહ જાડેજા, શક્તિસિંહ સુરૂભા જાડેજા, યશપાલસિંહ મહાવીર સિંહ જાડેજા અને ફતેસિંહ દાનુભા જાડેજા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂપિયા રૂપિયા ૩૦૪૦૦ રોકડા અને પાંચ મોબાઇલ મળી કુલ રૂપિયા ૫૫૪૦૦નો મુદામાલ  કબ્જે લીધો છે.

જામનગર તાલુકાના આમળા નજીક આવેલા બાલંભડી ગામમાં શનિવારે સાંજે પોલીસે દરોડો પાડતા ત્યાંથી યોગીરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા અને હરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૧૯૫૦૦ રોકડા તેમજ નવ મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૦૪૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો છે. નાસી ગયેલા તમામની શોધખોળ કરવામાં આવી રહી છે.

જામનગરના રામેશ્વરનગર પાસે આવેલા રાંદલ નગરમાં શનિવારે સાંજે જાહેરમાં તીનપતી રમતા મોહિતસિંહ મહિપતસિંહ વાઘેલા, માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, મહિપાલસિંહ બળવંતસિંહ વાઢેર, જયરાજસિંહ રમેશસિંહ કચવા, શાંતીબેન હાથીયાભાઈ બાપોદરા, છાયાબેન કુલદીપ સિંહ સોલંકી નામના સાત વ્યક્તિને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા પટમાંથી રૂપિયા ૧૮૧૦૦ કબ્જે કરવામાં આવ્યા છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગર આવાસ થી રાજમોતી સોસાયટી તરફ જવાના રસ્તા પર શનિવારે મોડી રાત્રે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી પોલીસે દરોડો હતો જુગાર રમતા અલ્પેશ નરેન્દ્રભાઈ ગોસાઈ, રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, રાકેશ કનૈયાલાલ પરમાર નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી  રૂપિયા ૧૦૧૨૦ કબજે લીધા છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા હાપા ગામના ગેટ પાસે શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ગંજીપાના કુટતા અનિલ સુરેશભાઈ  કનેજા, મનસુખ ધીરુભાઈ કનેજા, રવિ કરસનભાઈ છેયા, સાગર સુરેશભાઈ  કનેજા, મહેશ કરસનભાઈ સોલંકી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. રૂપિયા ૧૭૧૩૦ રોકડા તથા ચાર મોબાઈલવાળી કુલ રૂપિયા ૩૧૧૩૦નો મુદ્દામાલ ઝબ્બે  લેવાયો છે.

ધ્રોળ શહેરના કૃષ્ણનગરમાં એક વાડીના શેઢે શનિવારે મોડી રાત્રે જુગાર રમતા રમેશ તેજાભાઈ પરમાર, દેવજીભાઈ ભગવાનજીભાઈ પરમાર, નિલેશ ભાણજીભાઈ ચૌહાણ, દિનેશ ભગવાનજી કટેશીયા, હિરેન આંબાભાઈ પરમાર, અશોક નાથાભાઈ પરમાર, ભાવેશ પોપટભાઈ પરમાર નામના સાતને પોલીસે પકડી લઈ પટમાંથી રૂપિયા ૫૬૬૦૦રોકડા કબ્જે લીધા છે.

લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં શનિવારે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તે સ્થળે ગંજીપાના વડે જુગાર રમતા નગાભાઈ ભાયાભાઈ કરંગીયા, રજાક યુસુબ સમા, સદામ હબીબ સમા, મોહસીન અહમદ સમા, કંચનબેન મેરામણભાઇ પરમાર નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા.પોલીસે પટમાંથી રૂપિયા ૬૨૮૦ કબ્જે કર્યા છે.

લાલપુર તાલુકાના ચોરબેડી માં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં પછી વજસીભાઈ હરદાસભાઈ કરંગીયા, મહેશ રણછોડભાઈ પરમાર, આમદ ઓસમાણ સમા, મહેશ પોલાભાઈ ગાગીયા, ભોજલાલ ભીખાભાઈ ગાગીયા, ઉર્મિલાબેન જયેશભાઈ મેથાણીયા, જાગૃતિબેન રામાભાઇ મેથાણીયા, મધુબેન ગાંડુભાઈ મેથાણીયા નામના આઠ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ત્યાંથી પોલીસે રૂપિયા ૮૧૬૦ ઝબ્બે લીધા છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં શનિવારની રાત્રે તીનપત્તી રમી રહેલા કિરીટભાઈ પોપટભાઈ ખાંટ, કૈલાશભાઈ રમેશભાઈ, અલ્પેશ બાબુભાઈ ભડાણીયા, ભાવિન મનસુખભાઈ ખાંટ,સુરેશભાઈ માવજીભાઈ, સીતાપરા, પંકજભાઈ સુભાષભાઈ, નાથાભાઈ મેરાભાઈ કોડિયાતર  નામના સાત  પકડાઈ ગયા હતા. પટમાંથી રૂપિયા ૫૧૩૫૦ મળી આવ્યા હતા.

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગઈસાંજે ગંજીપાનાથી જુગાર રમી રહેલા સલીમભાઈ ઓસમાણભાઈ સાયચા, સુરેશભાઈ ઘેલાભાઈ ઝીંઝુવાડીયા, ઈબ્રાહીમભાઈ અલારખાભાઈ કમોરા અને દાઉદભાઈ ઈશાકભાઈ કમોરાને રૂ.૧૦૪૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ગિરધરભાઈ હીરાભાઈ બાબરીયા, રમેશભાઈ સોમાભાઈ બાબરીયા, નિલેશભાઈ રતીલાલભાઈ બાબરીયા, વિરજીભાઈ મેઘજીભાઈ બગડા, અરજણભાઈ ગોવિંદભાઈ બાબરીયા અને હિતેશભાઈ ગોવાભાઈ બાબરીયાને રૂ.૪૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જામનગર નજીકના નાઘેડી પાસેના માધવ ગ્રીન સોસાયટી શેરી નં.૧માં ગંજીપાના વડે જુગાર રમતા જયેશ ખીમાભાઈ ઓડેદરા, મનિષ ભરતભાઈ નિમાવત, પાલાભાઈ પીઠાભાઈ કરમુર, ચેતનાબેન મનિષભાઈ નિમાવત, જાનાબેન પાલાભાઈ કરમુર, હીરીબેન હરદાસભાઈ કરમુર, ઈલાબેન જગદીશભાઈ જોષી અને ઈલાબેન દીપકભાઈ જાનીને રૂ.૨૩૭૪૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

રણજીતસાગર માર્ગે સાધના કોલોની ગુજરાત હાઉસીંગ બોર્ડ આવાસ બ્લોક નં.ડી રૂમ નં.૧૧૩ની લોબીમાં જુગારની બાતમીના આધારે પોલીસે ગતરાત્રે દરોડો પાડ્યો હતો. જુગાર રમી રહેલા લીલાબેન પ્રફુલભાઈ ધામેચા, પલકબેન ઉર્ફે રેખાબેન વિજયભાઈ લાલવાણી, પ્રીક્ષાબેન બિરમણસિંગ રાજપૂત, કમલાબેન બિરમણસિંગ રાજપૂત અને વંદનાબેન નિલેશભાઈ ડોરૂને રૂ.૫૬૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

શહેરના ખારવા ચકલા માર્ગ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે ગત મધ્યરાત્રિના જુગાર રમતા અતુલ  ઉર્ફે અજય પ્રવીણભાઈ લીંબડ, ધવલ પુષ્કરાય ત્રિવેદી, સાગર રાજેશભાઈ સોલંકી અને વિવેક રાજેશભાઈ સોલંકીને રૂ.૨૬૨૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

લાલપુર તાલુકાના ડબાસંગથી મોટી રાફુદળના માર્ગે ગતરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હબીબ અબુભાઈ રૃંઝા, આમદભાઈ હાજીભાઈ ભટ્ટી, યુનુસ આદમભાઈ ભટ્ટી,  ઈસ્માઈલ ઈબ્રાહીમભાઈ શેખ, યુસુફ મામદભાઈ બેગ, ઈસ્માઈલ આદમભાઈ બેગ, અનવર અબ્દુલભાઈ બેગને રૂ.૧૦૦૫૦ સાથે દબોચી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh