Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સેનામાં ૧૭ વર્ષ ફરજ બજાવીને વતનમાં પરત આવેલા
ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયાના વતની ગોપાલભાઈ જોગાણી લશ્કરમાં ૧૭માં વર્ષ ફરજ બજાવીને નિવૃત્ત થતા રેલવે સ્ટેશને ખંભાળિયામાં આવતા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશને ગોપાલભાઈ ઉતરતા જ ભારતના રાષ્ટ્રધ્વજ તથા ફૂલહાર ભેટથી તેમનું સ્વાગત સન્માન થયું હતું જેમાં ગઢવી સમાજ તથા વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા હતાં. ખંભાળિયાના ગોપાલભાઈ જોગાણીએ ૧૭ વર્ષની તેમની લશ્કરની ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીર, લેહ, લડાખ, સિકિકમ, આસામ, કચ્છ, બિહાર જેવા અનેક વિસ્તારોમાં ફરજ બજાવી હતી તથા સંવેદનશીલ તથા પડકારજનક વિસ્તારોમાં પણ સરહદી સુરક્ષા તથા આતંકવાદ વિરૂદ્ધ લડત-કાર્યવાહી કરી હતી. લોકો સાથે તેમણે પોતાના લશ્કરી જીવનની વાતો કરી હતી. નિવૃત્તિકાળ સમાજ તથા દેશ સેવામાં વિતાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial