Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના સંગઠનમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમાયેલા રાજુભાઈ ભરવાડનું સન્માન
ખંભાળીયા તા. ૧૧: ભાટિયામાં ભરવાડ સમાજ આયોજિત ગોપાલક સમૂહ લગ્ન ઉત્સવમાં ૪૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું ભવ્ય સન્માન કરાયું હતું.
ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયામાં આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ ૪૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.
સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ માતાઓ, બહેનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે કલ્યાણપુર-દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પીએસ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભરવાડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજના અગ્રણી વલ્લભભાઈ સોનગરા, ભાટિયાના સરપંચ આલાભાઇ માતંગની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ભરવાડ સમાજના ભામાશા જેમણે થરામાં ૩૦૦૧ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજ સેવામાં અનોખું ઉદાહરણ સ્થાપ્યું છે આવા સ્વર્ગસ્થ બેચરબાપાના પુત્ર વિનુભાઈ ગમારા અમદાવાદથી ઉપસ્થિત રહૃાા હતા. સાથે સમગ્ર ગુજરાત ભરવાડ સમાજના શૈક્ષણિક બાબતોની હંમેશાં ચિંતા કરતા વ્યક્તિ અને સમાજના શૈક્ષણિક વિકાસમાં ખૂબ જ મોટું અનુદાન આપતા રહે છે એવા શિક્ષણ પ્રેમી ભરવાડ સમાજ અગ્રણી નિજાનંદ ગ્રુપ પરિવારના ડાયાભાઈ ભરવાડ, હીરાભાઈ ભરવાડ ગાંધીનગરથી આવ્યા હતા.
ખંભાળિયાના ભરવાડ સમાજ અગ્રણી રમેશભાઈ ટોયટા, ચોથાભાઈ લાંબરીયા, ભાણવડથી અરજણભાઈ રાઠોડ, હીરાભાઈ ભુંડિયા, જામનગરથી લીંબાભાઈ ગમારા, સુરેશભાઈ બાંભવા તથા લાલપુરથી રમેશભાઈ ગમારા સહિત સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ સંતો-મહંતોની હાજરી રહી હતી.
આ સમૂહ લગ્ન ઉત્સવમાં વિશેષરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા આગેવાન રાજુભાઈ ભરવાડને તાજેતરમાં ભાજપ દ્વારા જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી મળતા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ તથા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમનું ભરવાડી બંડી, પરંપરાગત પાઘડી અને ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાત ભરવાડ સમાજના અગ્રણી વિનુભાઈ ગમારા, ડાયાભાઈ ભરવાડ, હીરાભાઈ ભરવાડ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવીએ ભાગ લીધો હતો.
સૌ આગેવાનોએ રાજુભાઈ ભરવાડને સમાજસેવા માટે સતત કાર્યરત રહેવા શુભકામનાઓ પાઠવી હતી. સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન તમામ ૪૨ નવદંપતીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સમાજની સંસ્કૃતિ, એકતા અને માનવસેવાના ભાવને ઉજાગર કરતો ગૌરવસભર માહોલમાં સંપન્ન થયો હતો.
આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવા માટે ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ આયોજનમાં વિશેષ ભૂમિકા ભજવનાર આગેવાનોમાં માલાભાઈ ઠુંગા, હમીરભાઈ વેસરા, રાજનભાઈ સરસીયા, વિજયભાઈ વેસરા, સોમાભાઈ ઠુંગા, લખમણભાઈ લાંબરીયા સહિતના અનેક કાર્યકર્તાઓ અને સેવાભાવી સભ્યોનો ઉમદા ફાળો રહૃાો હતો. સમિતિના તમામ સભ્યોની સેવાભાવનાને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવી હતી.
આ પ્રસંગે વિશેષરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભરવાડ સમાજ આજે સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નની પરંપરાને તાલુકા કક્ષાએ મજબૂતીથી આગળ વધારી રહૃાો છે. મોટી સંખ્યામાં દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન ઉત્સવો દ્વારા યોજાઈ રહૃાા છે, જે અન્ય તમામ સમાજો માટે પ્રેરણારૂપ છે. આવા આયોજનોથી જરૂરિયાતમંદ પરિવારો ખોટા ખર્ચાઓમાંથી બચી શકે છે અને બચેલી સંપત્તિ સમાજના શૈક્ષણિક વિકાસમાં વપરાયએ દિશામાં ભરવાડ સમાજ સક્રિય રીતે આગળ વધી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial