Advertisement
Author: નોબત સમાચાર

પારકી પરણેતરને નસાડી જવાના પ્રશ્ને બેસતા વર્ષે યુવાન પર બે શખ્સ તૂટી પડ્યા

રેતીચોરીની બાતમીની શંકાથી યુવકને માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ધ્રાંગડા ગામના પાટીયા પાસે એક યુવાનની બોલેરો સાથે એક શખ્સે ઈકો મોટર અથડાવ્યા પછી અગાઉ થયેલી રેતીચોરીની ફરિયાદમાં તેનો હાથ હોવાની શંકા રાખી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે પારકી પરણેતરને કેમ ભગાડી ગયો હતો તેમ કહી બેસતા વર્ષની બપોરે કાલાવડના યુવાનને બે શખ્સે ધોકાવી નાખ્યો હતો.

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અજયભાઈ અરવિંદભાઈ મકવાણા નામના યુવાન ગઈ તા.૧૯ના દિને જીજે-૧૦-ડીજે ૫૦૦૩ નંબરની બોલેરોમાં ધ્રોલ દૂધ લેવા માટે ગયા હતા. ત્યાંથી દૂધ લઈને તેઓ જ્યારે પરત ફરતા હતા ત્યારે ધ્રાંગડા ગામના પાટીયા પાસે રમેશભાઈ ભવાનભાઇ બાંભવા ગામના શખ્સે પોતાની જીજે-૩-એમએચ ૬૦૩૩ નંબરની ઇકો મોટર આગળ દોડાવીને બોલેરો સાથે ટકરાવી હતી. જેમાં અજયભાઈના બોલેરોનો કાચ ભાંગી ગયો હતો.

ત્યારપછી કાર રિવર્સમાં લઈને આવેલા રમેશભાઈએ ઇકો ઉભી રાખી તેમાંથી ઉતરીને અજયભાઈને ગાળો ભાંડી હતી. અગાઉ જેસીબી વડે માટીની ચોરી કરતા રમેશભાઈ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેથી અજયે જ રેતી ચોરીના ગુન્હામાં તેને પકડાવ્યો છે તેવો શક રાખી રમેશભાઈએ ગાળો ભાંડયા પછી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અજયને ઢીકાપાટુથી માર માર્યો હતો. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજય મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના સતીયા ગામના વતની અને હાલમાં કાલાવડની માછરડા સોસાયટીમાં રહેતા અશ્વિન રવજીભાઈ ચૌહાણ નામના યુવાન સાથે એકાદ વર્ષ પહેલા એક પરિણીતા નાસી ગઈ હતી. ત્યારપછી બેસતા વર્ષની બપોરે અશ્વિનને સુમરી ધુતારપુર ગામમાં રોકી લઇ સુરેશ ભાણજીભાઈ ચૌહાણ તથા વિપુલ ભાણજીભાઈ ચૌહાણ નામના બે શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh