Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ટીએચઓના ઈશારે પોલીસ દોડી આવીઃ
ખંભાળિયા તા. ૨૧: ઓખામંડળના મીઠાપુરમાં કંપની દ્વારા પોલ્યુશન ફેલાવાતું હોવાની રજૂઆત સાથે બાર દિવસથી ઉપવાસ પર બેસેલા એક પ્રૌઢને આજે જબરદસ્તીથી ઉપાડી લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ઉહાપોહ મચ્યો છે. લોકશાહી ઢબે કરાતા આંદોલન પર પ્રતિબંધ આવ્યો હોવાનો આક્રોશ લોકોએ વ્યકત કર્યાે હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાથી આજુબાજુના ગામોમાં વસવાટ કરતા લોકોને શ્વાસ સહિતની આરોગ્યલક્ષી તકલીફો થઈ રહી હોવાથી દેવરામભાઈ વાલા નામના વ્યક્તિ બાર દિવસથી ઉપવાસ પર બેઠા હતા. આજે સવારે તેઓની મુલાકાતે તાલુકા હેલ્થ ઓફિસર આવ્યા પછી તેઓએ દેવરામભાઈને સારવાર માટે હોસ્પિટલ જવા સૂચન કર્યું હતું પરંતુ દેવરામભાઈએ હોસ્પિટલની બદલે અહીં જ સારવાર આપવાનું કહેતા ચાલ્યા ગયેલા હેલ્થ ઓફિસરની વિદાય પછી પોલીસ ટીમ આવી હતી અને દેવરામ ભાઈને ઉપાડી લઈ પોલીસ કર્મચારીઓએ ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા.
હાલમાં આંદોલન અથવા ઉપવાસ કરવા પર જાણે કે પ્રતિબંધ આવી ગયો છે અને અન્નજળનો ત્યાગ કરી લોકશાહી ઢબે આંદોલન કરી રહેલા દેવરામભાઈને ધરારથી હોસ્પિટલ ખસેડી તેઓના ઉપવાસ તોડાવવાનો પ્રયાસ કરાયાનું ત્યાં હાજર લોકોએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial