Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાણીવાસમાં ૧૧ હજાર દીવડા પ્રગટાવશેઃ વિશેષ રાજભોગઃ નિજગૃહમાં રંગોળી સાથે સુશોભનઃ
દ્વારકા તા. ૫: આજે તા.પમીને બુધવારના કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી રહી છે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં દેવદિવાળીને દેવોની દિવાળી તરીકે સંબોધિત કરવામાં આવેલ છે એટલે દેવદિવાળીના પાવન અવસરે કાળિયા ઠાકોરને વિશેષ શૃંગાર ધારણ કરાવાશે. આ પ્રસંગે શ્રીજીને મધ્યાહન સમયે રાજભોગમાં અદકી વિશેષ ભોગ ઉપરાંત સાંજના સંધ્યા સમય પછી નિજમંદિર તથા નિજસભાગૃહમાં રંગોળી તથા દીપમાલા સાથે સુશોભન કરવામાં આવશે.
જગતમંદિરમાં શારદાપીઠ સંચાલિત વિવિધ મંદિરોની સેવા-પૂજાનો ક્રમ સંભાળતા વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયે જણાવેલ કે કારતક મહિનામાં દીવડાની પૂજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના આજના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના મંદિર સન્મુખ અલગ-અલગ પ્રકારની રંગોળીઓ બનાવીને તેમાં અગીયાર હજાર દીવડાઓને પ્રગટાવી ઓનુ પ્રગટાવી શુભોભન કરી રંગોળી કરીને દેવદિવાળીનો ઉત્સવ મનાવવામાં આવશે.
કાર્તિક પૂર્ણિમા દેવદિવાળીના દિવસે જે કોઈ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી સાતસોવીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. દેવદિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂૂ થાય છે શુભલગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ. લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહુર્ત દિને તોરણો બંધાય છે મંગળગીતો ગવાય છે અને ઢોલ ઢબુકે છે. અને વરકન્યા પ્રભુતામાં પદાર્પણ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial