Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગી નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ દૃષ્ટાંતો સાથે સનસનીખેજ આક્ષેપો કર્યા અને ચીફ ઈલેકશન કમિશનર પર જુઠુ બોલવાનો આરોપ લગાવ્યોઃ
નવી દિલ્હી તા. ૫: હરિયાણામાં ૨૫ લાખ વોટ ચોરીનો દાવો કરીને ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ સનસનીખેજ આક્ષેપો કર્યા છે, અને વોટચોરીના વિવિધ દૃષ્ટાંતો સ્લાઈડ-શો સાથે રજૂ કરતા રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ *વોટ ચોરી* એટલે કે મતદાર યાદીમાંથી નામોની ગેરકાયદેસર બાદબાકીના મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે પોતાનો હુમલો વધુ તેજ કરી દીધો છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા પછી રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે દાવો કર્યો કે એક જ મહિલાનું નામ એક જ બૂથ પર ૨૨૩ વખત દેખાય છે, ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ કે તે મહિલાએ કેટલી વાર મતદાન કર્યુ. આ જ કારણ છે કે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં તે બૂથ પર શું થયું તે ખુલી ગયું હોત. એક છોકરીએ ૧૦ જગ્યાએ મતદાન કર્યું હતું. હરિયાણામાં નકલી ફોટાવાળા ૧૨૪,૧૭૭ મતદારો હતા. મતદાર યાદીમાં નવ જગ્યાએ એક મહિલાએ મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહૃાું કે આ પાછળનો ભાજપને મદદ કરવાનો હેતુ સ્પષ્ટ હતો. આ વોટ ચોરીની તપાસ લોકોએ કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહૃાું કે વોટ ચોરી સેન્ટ્રલાઈઝ રીતે થઇ રહી છે. તે કોઈ એક જિલ્લા, રાજ્યનો મામલો નથી. હરીયાણામાં એક્ઝિટ પોલમાં અમે જીતી રહૃાા હતા અને અમારા ડેટા પણ અને ભાજપના લોકો પણ કહી રહૃાા હતા કોંગ્રેસ જ જીતશે પણ એવું ના થયું. તેમણે કહૃાું કે હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ અપનાવાયો હતો.
વિવિધ દૃષ્ટાંતો આપતા રાહુલ ગાંધીએ કહૃાું કે દાલચંદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાર છે. તેમનો પુત્ર પણ હરિયાણામાં મતદાર છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મત આપે છે. ભાજપ સાથે જોડાયેલા હજારો લોકો છે. મથુરાના સરપંચ પ્રહલાદનું નામ પણ હરિયાણામાં ઘણી જગ્યાએ મતદાર યાદીમાં છે.
રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કરતા કહૃાું કે તેમણે દાવો કર્યો હતો કે જે લોકો પાસે ઘર નથી તેમના ઘરના નંબર શૂન્ય તરીકે નોંધાયેલા છે.
રાહુલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો, જેમાં બેઘર લોકોની મતદાર યાદીમાં સૂચિબદ્ધ સરનામાં અંગે માહિતી આપવામાં આવી રહી હતી. રાહુલ ગાંધીએ કહૃાું કે અમે ક્રોસ-ચેક કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના લોકોને ખુલ્લેઆમ ખોટું બોલ્યા છે.
તેમણે કહ્યુ કે મતદાર યાદીમાં નરેન્દ્ર નામના યુવકનું ઘર ૦ બતાવાયું હતું. હરિયાણામાં ૮માંથી ૧ એક વોટર નકલી હોવાનો દાવો કરતા તેમણે નકલી ફોટાવાળા મતદારોની સંખ્યા ૧ લાખ ૨૪ હજાર ગણાવી હતી અને વિધાનસભા બેઠકો માટેની મતદાર યાદીમાંથી લાખો વોટર્સના નામ ડીલિટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સાથે મળીને ભાજપના ટોચના નેતાઓ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહૃાું કે આ લોકોએ સરકાર ચોરી કરી છે અને હવે તેઓ બિહારમાં પણ આ રીતે સરકારની ચોરી કરવા માગે છે.
રાહુલ ગાંધીએ મતદાર યાદી બતાવતા દાવો કર્યો હતો કે ભાજપના જ એવા ઘણા નેતાઓ હતા જેમણે બંને રાજ્યોમાં મતદાન કર્યું છે. તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાન કર્યું હતું. તેઓ તેમના પિતાના નામ બદલીને વોટિંગ કરતા રહૃાા છે. આવા તેમણે અનેક ઉદાહરણો જણાવ્યા હતા.
હરિયાણામાં ૨ કરોડ વોટર છે અને ૨૫ લાખની વોટ ચોરી કરવામાં આવી છે. રાહુલે કહૃાું કે આનાથી વધુ વોટ ચોરી થવાની પણ શક્યતા છે. હરિયાણામાં ૫૨૧૬૧૯ વોટર ડુપ્લીકેટ ઊભા કરાયા હતા. તેમણે એક સ્લાઈડમાં બતાવ્યું કે એક ફોટોવાળા ચૂંટણીકાર્ડ દ્વારા લગભગ ૧૦૦થી વધુ વખત વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વખતે અલગ અલગ નામ વાપરીને એક જ ફોટો વાપરીને બનાવેલા ઈલેક્શન કાર્ડનો ઉપયોગ કરાયો હતો.
રાહુલ ગાંધીએ કહૃાું કે દરેક એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અને દરેક પ્રકારના સંકેતો હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો દાવો કરી રહૃાા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન પોસ્ટલ બેલેટના આંકડા પણ જાહેર કરીને દાવો કર્યો કે ત્યાં કોંગ્રેસની સરકાર જ રચાવાની હતી પરંતુ અમે કેવી રીતે ચૂંટણી હાર્યા તે ન સમજાયું. રાહુલે આ દરમિયાન પ્રેસ રોન્ફરન્સમાં હરિયાણાના સીએમનું નિવેદન સંભળાવ્યું જેમાં તેઓ કહી રહૃાા હતા કે ભાજપ જ હરિયાણામાં સરકાર બનાવશે અને અમારી પાસે દરેક પ્રકારની વ્યવસ્થા છે.
રાહુલ ગાંધીએ એક સ્લાઈડમાં તસવીરો બતાવીને કહૃાું કે આ યુવતીએ અલગ અલગ નામથી ૨૦થી વધુ વખત હરિયાણામાં વોટિંગ કર્યું હતું. તેણે લગભગ ૨૨ વખત ૧૦ જેટલા બુથ પર વોટિંગ કર્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આ યુવતી એક બ્રાઝિલિયન મોડેલ છે અને તેનું નામ હરિયાણામાં કેવી રીતે આવ્યું એ ન સમજાયું. રાહુલ ગાંધીએ કહૃાું કે આ મહિલા એ વાતનું ઉદાહરણ છે કે હરિયાણામાં ૨૫ લાખ જેટલા વોટની ચોરી કરવામાં આવી છે.
રાહુલ ગાંધીનો મુખ્ય આરોપ એ છે કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) અભિયાનની આડમાં દેશભરમાંથી લાખો મતદારો, ખાસ કરીને દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સમુદાયના લોકોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહૃાા છે.
રાહુલ ગાંધી આ પ્રક્રિયાને સત્તાપક્ષ દ્વારા કરવામાં આવતી *વોટ ચોરી* ગણાવી રહૃાા છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કર્ણાટકનું ઉદાહરણ આપતા દાવો કર્યો હતો કે ત્યાં એક ખાનગી એજન્સી દ્વારા મતદારોનો ડેટા એકત્રિત કરીને હજારો કોંગ્રેસ સમર્થકોના નામ યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા માંગ કરી હતી કે આ એસઆઈઆર પ્રક્રિયાને તાત્કાલિક રોકવામાં આવે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial