Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાનો આક્રોશઃ
ખંભાળિયા તા. ૩૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ તથા ગુજરાત રાજ્ય કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને સર્વે સહાયના 'નાટકો' બંધ કરીને ખેડૂતોને તાકીદે સહાય ચૂકવવા તથા ધિરાણ માફ કરવાની માગણી કરી છે.
તેમણે જણાવેલ કે છેલ્લા સાત સિઝનથી વાવાઝોડા, માવઠા, વરસાદથી ખેડૂતોના પાકને ખૂબ જ નુક્સાન થયું છે. ર૦ર૪ માં અતિવૃષ્ટિ તથા ર૦રપ માં અતિવૃષ્ટિ તથા માવઠાથી ખેડૂતોના પાકને ખૂબ નુક્સાન થયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં બે થી ૧પ ઈંચ સુધી વરસાદ પડ્યો છે તથા રાજ્ય સરકારના અનેક મંત્રીઓ, ધારાસભ્યોએ ખેતરો ગામની મુલાકાતો લીધી, ફોટા પણ પાડ્યા પણ તે પછી રાજ્યના કૃષિમંત્રી દ્વારા સાત દિવસમાં તાકીદે સર્વે કરવાની જાહેરાત થઈ છે. નવાઈની વાત છે કે રાજ્ય સરકારે વીસ દિવસમાં સર્વે રિપોર્ટનો આદેશ કર્યો છે, તો સાચું કોણ?
વરસાદની નુક્સાનગ્રસ્ત ખેતરોમાં મુલાકાતે જનાર ગ્રામ સેવકો કહે છે કે, મગફળીના ડેડવા ફોલી તેમાં દાણા સડેલા હોય તો જ સહાય આપવાની, નહીં તો નહીં. તો શું દિવસો સુધી પાણીથી સડેલી મગફળી ખેડૂતોએ રાખીને બેસવાનું? શિયાળુ પાકની તૈયારી ક્યારે? મંત્રીઓએ નિવેદનોમાં ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયાનું કહેવાયું છે, ત્યારે સર્વેના નાટકની શું જરૂર છે?
તાકીદે સહાય સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માગ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  