Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશનના સહયોગથી
જોડિયા તા. ૨૫: શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા-જોડિયાની અનોખી પહેલ હેઠળ જળ એ જીવન છે વિષય ઉપર વિદ્યાર્થીનીઓ માટે પરિસંવાદ યોજાયો હતો.
તાજેતરમાં જોડિયા મુકામે બીજેએસ જૈન સંગઠન ફોઉંડેશન, જામનગરના સહયોગથી જળ એ જીવન છે વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેમાં જલયોદ્ધા તરીકે જાણીતા, આંતર-રાષ્ટ્રીય જૈન ભૂષણ એવોર્ડથી સન્માનિત શરદભાઈ શેઠ દ્વારા ૩૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓ અને તમામ શિક્ષકોને પાણીનું મહત્વ, રોજીંદા વપરાશમાં પાણીનો વપરાશ કેમ ઘટાડવો, બગાડ કેમ રોકવો, પાણીમાં થતું પ્રદુષણ અટકાવવું, વાપરેલું પાણી ફરી ઉપયોગમાં લેવું અને ખાસ તો ગગનથી વરસતા અમૃત સમા વરસાદી પાણીને શા માટે અને કઈ રીતે સંચિત કરવું તે વિષે વિદ્યાથીઓને સરળ ભાષામાં સમજણ આપી હતી.
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ પાણીના યોગ્ય ઉપયોગ કરવાના, વપરાશ ઘટાડવા, બગાડ રોકવા અને અન્યને પણ તેમ કરવા માટે સમજણ આપવા માટે જળ-સપથ લીધા હતાં.
બીજેએસ જૈન સંગઠન ફોઉંડેશન જામનગરના કો-ઓર્ડીનેટર શરદભાઈ શેઠ સાથે પ્રમુખ જીગ્નેશભાઈ શાહ, માનદ મંત્રી આદેશભાઈ મહેતા અને ટ્રસ્ટી પુનિતભાઈ શેઠ પણ જોડાયેલ. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા અને અશોકભાઈ વર્મા હાજર રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન શાળાના પ્રિન્સીપાલ ક્રિષ્નાબા ચુડાસમા અને સંચાલન કટેશિયાએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial